અમદાવાદઃ અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ ઈન્ડેક્સ 525 પોઈન્ટ અને નેસ્ડેક 353 પોઈન્ટ તૂટીને આવતાં એશિયાઈ સ્ટોક માર્કેટ આજે સવારે તૂટ્યા હતા. જેને પગલે ભારતીય શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. અને શેરોની જાતે-જાતના ભાવ તૂટ્યા હતા. બીજી તરફ સપ્ટેમ્બર ફયુચર ઓપ્શન કોન્ટ્રેકટનો છેલ્લો દિવસ હતો. જેથી ભારે વેચવાલીથી ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 1114 પોઈન્ટ અને નિફટી 326 પોઈન્ટ ગબડ્યા હતા. એક્સપાયરીના દિવસે 9 વર્ષ પછી શેરબજારમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આમ જોવા જઈએ તો 18 મે પછી સેન્સેક્સ અને નિફટીમાં સૌથી મોટુ ગાબડું પડ્યું છે.
શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલીથી સેન્સેક્સમાં 1114 પોઈન્ટનું ગાબડું
શેરબજારમાં ગ્લોબલ નરમ સંકેતો પાછળ જોરદાર વેચવાલી ફરી વળી હતી, પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1114 પોઈન્ટ ગબડી 36,553 બંધ રહ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 326 પોઈન્ટ તૂટી 10,805 બંધ થયો હતો.
શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલીથી સેન્સેક્સમાં 1114 પોઈન્ટનું ગાબડું
અમેરિકા અને યુરોપમાં કોરોના વધુ વકર્યો છે. યુરોપમાં ફરીથી લોકડાઉન આવશે તેવી હવા છે. કોરોના વેક્સીન અંગે કોઈ નક્કર જાહેરાત થઈ નથી. આમ કોરોના વાયરસની મહામારી ખૂબ લાંબી ચાલશે અને તેની શેરબજાર અને ઈકોનોમી પર લાંબી વિપરીત અસર પડશે. બીજી તરફ અમેરિકા રાહત પેકેજ કયારે જાહેર કરશે જે અંગે અનિશ્રિતતા પ્રવર્તી રહી છે, પરિણામે સ્ટોક માર્કેટમાં નિરાશાના વાદળો ઘેરાયા છે. અમેરિકા પાછળ જ ભારતનું શેરબજાર તૂટયું હતું.