- ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
- ગાંધીનગર સહિત 7 મહાનગરપાલિકાઓમાં પણ ભાજપની જીત
- ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું
ન્યૂઝ ડેસ્ક :ગુજરાતમાં 3 ઓક્ટોબરના દિવસે ગાંધીનગર મનપા, આ ઉપરાંત 3 નગરપાલિકા સાથે અનેક ખાલી પડેલી બેઠકો સહિત કુલ 184 બેઠક પર ચૂંટણી યોજવામાં આવી હતી, જેનું આજે 5 ઓક્ટોબરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સહિત ભાણવડ, થરા અને ઓખા નગરપાલિકાનું પણ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભાજપને ઓખા અને થરામાં જીત મળી છે, ત્યારે દેવભૂમી દ્વારકાની ભાણવડ નગરપાલિકામાં ભાજપના 25થી વધુ વર્ષના ગઢને કોંગ્રેસે ભાગ્યો હતો.
ગાંધીનગરમાં આપ ગાજ્યું પણ વરસ્યુ નહીં
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તરફથી ઘણી મહેનત કરવામાં આવી હતી, પરંતુ ગાંધીનગરની કુલ 44 બેઠકમાંથી માત્ર 1 બેઠક જ આપને ફાળે ગઈ છે. આ ઉપરાંત, ગાંધીનગરમાં કોંગ્રેસને માત્ર બે બેઠક જ મળી હોવાથી કારમી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ગાંધીનગરના ક્યા વોર્ડમાં કોણ બન્યું વિજેતા ?
વોર્ડ નંબર | વિજેતા | પક્ષ |
1 - રાંધેજા | મીનાબેન સોમાભાઇ મકવાણા | ભાજપ |
1 - રાંધેજા | અંજનાબેન સુરેશભાઇ મહેતા | ભાજપ |
1 - રાંધેજા | નટવરજી મથુરજી ઠાકોર | ભાજપ |
1 - રાંધેજા | રાકેશકુમાર દશરથભાઇ ૫ટેલ | ભાજપ |
2 - પેથાપુર(GEB) | પારુલબેન ભૂ૫તજી ઠાકોર | ભાજપ |
2 - પેથાપુર(GEB) | દીપ્તિબેન મનીષકુમાર ૫ટેલ | ભાજપ |
2 - પેથાપુર(GEB) | અનિલસિંહ મહોબતસિંહ વાઘેલા | ભાજપ |
2 - પેથાપુર(GEB) | ગજેન્દ્રસિંહ કનુસિંહ વાઘેલા | કોંગ્રેસ |
3 (24-27-28) | સોનાલીબેન ઉરેનકુમાર પટેલ | ભાજપ |
3 (24-27-28) | દીપિકાબેન સવજીભાઇ સોલંકી | ભાજપ |
3 (24-27-28) | ભરતભાઇ મનજીભાઇ ગોહિલ | ભાજપ |
3 (24-27-28) | અંકિત અશ્વિનકુમાર બારોટ | કોંગ્રેસ |
4-પાલજ-ધોળાકૂવા | દક્ષાબેન વિક્રમજી મકવાણા | ભાજપ |
4-પાલજ-ધોળાકૂવા | સવિતાબેન હેમતાજી ઠાકોર | ભાજપ |
4-પાલજ-ધોળાકૂવા | ભરતભાઇ શંકરભાઇ દીક્ષિત | ભાજપ |
4-પાલજ-ધોળાકૂવા | જસપાલસિંહ પ્રવીણસિંહ બિહોલા | ભાજપ |
5-પંચદેવ | કૈલાસબેન ગુણવંતભાઇ સુતરિયા | ભાજપ |
5-પંચદેવ | હેમાબેન મંથનકુમાર ભટ્ટ | ભાજપ |
5-પંચદેવ | પટેલ કિંજલકુમાર દશરથભાઇ | ભાજપ |
5-પંચદેવ | પદમસિંહ ભરતસિંહ ચૌહાણ | ભાજપ |
6-મહાત્મા મંદિર | ભાવનાબેન વિક્રમસિંહ ગોલ | ભાજપ |
6-મહાત્મા મંદિર | પ્રેમલત્તાબેન નિલેશકુમાર મહેરિયા | ભાજપ |
6-મહાત્મા મંદિર | વ્યાસ ગૌરાંગ રવીન્દ્ર | ભાજપ |
6-મહાત્મા મંદિર | પરીખ તુષાર મણિલાલ | આપ |
7-કોલવડા-વાવોલ | સોનલબેન ઘનશ્યામસિંહ વાઘેલા | ભાજપ |
7-કોલવડા-વાવોલ | કિંજલબેન દિનેશજી ઠાકોર | ભાજપ |
7-કોલવડા-વાવોલ | પ્રેમલસિંહ પુંજાજી ગોલ | ભાજપ |
7-કોલવડા-વાવોલ | પટેલ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ | ભાજપ |
8 (4-5-અંબાપુર-સરગાસણ) | ઉષાબેન વિષ્ણુજી ઠાકોર | ભાજપ |
8 (4-5-અંબાપુર-સરગાસણ) | છાયા કાંતિલાલ ત્રિવેદી | ભાજપ |
8 (4-5-અંબાપુર-સરગાસણ) | હિતેશકુમાર પૂનમભાઈ મકવાણા | ભાજપ |
8 (4-5-અંબાપુર-સરગાસણ) | રાજેશકુમાર રાવજીભાઈ પટેલ | ભાજપ |
9 (2-3-કુડાસણ) | અલ્પાબેન કૌશિકભાઈ પટેલ | ભાજપ |
9 (2-3-કુડાસણ) | શૈલાબેન સુનીલભાઈ ત્રિવેદી | ભાજપ |
9 (2-3-કુડાસણ) | રાજુભાઈ શંકરલાલ પટેલ | ભાજપ |
9 (2-3-કુડાસણ) | સંકેત રમેશભાઈ પંચાસરા | ભાજપ |
10 (6-7-કોબા) | મીરાબેન મિનેષકુમાર પટેલ | ભાજપ |
10 (6-7-કોબા) | તેજલબેન યોગેશકુમાર વાળંદ | ભાજપ |
10 (6-7-કોબા) | મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ | ભાજપ |
10 (6-7-કોબા) | પોપટસિંહ હેમતુજી ગોહિલ | ભાજપ |
11 (ભાટ-ખોરજ) | સેજલબેન કનુભાઈ પરમાર | ભાજપ |
11 (ભાટ-ખોરજ) | ગીતાબેન ચંદ્રકાંત પટેલ | ભાજપ |
11 (ભાટ-ખોરજ) | માણેકજી ખોડાજી ઠાકોર | ભાજપ |
11 (ભાટ-ખોરજ) | જશવંતલાલ અંબાલાલ પટેલ (જશુભાઈ) | ભાજપ |
- ભાણવડ નગરપાલિકામાં 25 વર્ષ બાદ કોંગ્રેસની ભવ્ય જીત
વોર્ડ | ભાજપની બેઠક પર જીત | કોંગ્રેસની બેઠક પર જીત |
1 | 3 | 1 |
2 | 2 | 2 |
3 | - | 4 |
4 | 2 | 2 |
5 | - | 4 |
6 | 1 | 3 |
કુલ(24) | 8 | 16 |
ઓખા નગરપાલિકા
- ભાજપ- 34
- કોંગ્રેસ- 2
- કુલ બેઠક- 36
થરા નગરપાલિકા
- ભાજપ- 20
- કોંગ્રેસ- 4
- કુલ બેઠક- 24
ગાંધીનગર કોર્પોરેશનનું પરિણામ જાહેર થયા બાદ ગુજરાતના તમામ કોર્પોરેશન ભાજપ પાસે