અમદાવાદ: પતિ દ્વારા પત્નીને ભરણપોષણની રકમ ન ચૂકવનાર પતિ સામે ગુજરાત હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી છે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ(Chief Justice of Gujarat High Court) પતિના આ વલણ કડક શબ્દોમાં(Strict words of the High Court) વખોડતા કહ્યું છે કે, જો આવતી સુનાવણીની તારીખ સુધી પતિ પૈસા ન ચૂકવી શકે, તો તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવશે.
આ પણ વાંચો:સુરતમાં કોરોનામાં માતા પિતા ગુમાવનારા કિશોરોને ભરણપોષણની ચિંતા
કેસ બાબતેની વિગત -આ સમગ્ર કેસમાં પતિએ સરકારી શાળામાં હેડ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા. જે હાલના સમયમાં નિવૃત્તિ ઉપર છે. અરજદાર પત્નીના લગ્ન પતિ સાથે વર્ષ 1982માં થયા હતા પરંતુ બંને વચ્ચે મતભેદ સર્જાતા તેઓ વર્ષ 2000થી અલગ રહી રહ્યા છે. નીચલી અદાલતના હુકમ પ્રમાણે 21 હજારની રકમ ભરણપોષણ પેટે ચૂકવવા અદાલતનો આદેશ(lower court order) હતો, પરંતુ કોર્ટના આદેશ છતાં તેઓ પત્નીને ભરણપોષણ ન ચૂકવાતા(Section 24 of the Hindu Marriage Act) પત્નીએ હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી(Contempt petition in the High Court) દાખલ કરી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની(Chief Justice of Gujarat High Court) ખંડપીઠે પતિના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરતા કેસે ચાર્જ ફ્રેમ(framing a charge) કરવા માટે યોગ્ય ઠેરવ્યો હતો.