અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં ભરણપોષણમાં (Alimony application in High Court )આખો બિઝનેસ માંગતો વિચિત્ર મામલો પહોંચ્યો છે. વડોદરાની 47 વર્ષીય મહિલાએ (Alimony Application in High Court) ભરણપોષણ માટે ચોક્કસ રકમની માંગણીના (Wife's Alimony Application )બદલામાં તેના પતિનો આખો વ્યવસાય પાછો મેળવવાની અરજી કરી હતી.
કેસની વિગત - મહિલાએ કોર્ટમાં કહ્યું કે તેના પતિને સોંપવામાં આવેલો હકીકતમાં તેનો બિઝનેસ છે. તેનો પતિ કોઈ કામ કરતો ન હતો. તેથી લગ્ન પછી મારા પિતાએ ધંધો મારા નામે કરી દીધો હતો. શરૂઆતમાં, મેં મારા પતિ સાથે બે વર્ષ સુધી વ્યવસાય કર્યો. ગર્ભવતી થયા બાદ ધંધો પતિને સોંપી દીધો હતો. પરંતુ બિઝનેસ આપ્યા પછી મારા પતિએ બીજી સ્ત્રીને ઘરમાં લાવીને મને હેરાન કરવાનું શરૂ કર્યું. અને એ ત્રાસને કારણે બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું હતું. તેથી હું મારો જ બિઝનેસ પાછો(Wife's Alimony Application ) માગી રહી છું.
આ પણ વાંચોઃ છુટાછેડા પછી નહીં મળે ભરણપોષણઃ ગુજરાત હાઈકોર્ટ