અમદાવાદઃ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં દારૂ પહોંચાડવા માટે બુટલેગર સક્રિય (Bootleggers active in Ahmedabad) થઈ ગયા છે. ત્યારે અમદાવાદ પોલીસે શહેરની રેવા હાઉસિંગમાંથી (Alcohol was seized from the house of Reva Housing) દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક મકાનમાં તપાસ કરતા દારૂની 78 બોટલ મળી આવી હતી. પોલીસે ખાલી અને દારૂ ભરેલી બંને બોટલો કબજે (Vadaj police seize alcohol before Thirty First) કરી હતી. આ જેનો દારૂ છે તે બુટલેગર દારૂમાં મિક્સિંગ કરીને ડુપ્લિકેટ દારૂ વેંચતો હતો.
થર્ટી ફર્સ્ટ પહેલા બુટલેગરો બન્યા બેફામ આ પણ વાંચો-Alcohol seized from Ambaji: કારચાલક દારૂ ભરેલી કાર મૂકી ફરાર, ચૂંટણી પહેલા દારૂ પકડાતા ચકચાર
બુટલેગર ફરાર
વાડજ પોલીસે રેવા હાઉસિંગના મકાનમાં દારૂ હોવાની બાતમી મળતા ત્યાં દરોડા પાડ્યા (Vadaj police raid bootlegger's home) હતા. જોકે, ઘરે બુટલેગર ન હોવાથી પોલીસે તાળું તોડી ઘરમાંથી દારૂની 78 બોટલ કબજે કરી (Alcohol seized in Ahmedabad) હતી. અત્યારે આરોપી બુટલેગર નિલેશ રાઠોડ ફરાર છે. આ સાથે જ પોલીસે ડુપ્લિકેટ દારૂ અને મિક્સિંગ માટે વપરાતું મટિરિયલ પણ કબજે કર્યું હતું. આરોપી કેટલા સમયથી દારૂનો ધંધો કરે છે. તેમ જ કઈ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવતો હતો. તે દિશામાં પોલીસે (Vadaj police seize alcohol before Thirty First) તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો-Surat alcohol case: સુરત પોલીસે બે દારૂ પીધેલા આરોપીને પકડ્યા, જેમાં એક આરોપી હોસ્પિટલની દિવાલ ઓળંગી ફરાર
થર્ટી ફર્સ્ટ પહેલા બુટલેગરો બન્યા બેફામ
31મી ડિસેમ્બર આવતા જ બૂટલેગરો બેફામ બન્યા છે. ઉચ્ચ ક્વાલિટીની બ્રાન્ડની જગ્યાએ હવે ડુપ્લિકેટ દારૂ વેચવાનું (Vadaj police seize alcohol before Thirty First) શરૂ કર્યું છે. આ વખતે નાઈટ કરફ્યૂના કારણે પાર્ટીઓ ન થવાની હોવાથી લોકોમાં પણ પોલીસનો ડર છે, જેથી દારૂ ઓછો વેચાશે તેવા ડરથી બુટલેગરોએ ડુપ્લિકેશન શરૂ કરી લોકોને ઉંચા ભાવે ડુપ્લિકેટ દારૂ વેચવાનો કિમીયો અપનાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.