ગુજરાત

gujarat

ETV Bharat / city

આયશાના મોતના આઘાતથી તેની મોટી બહેનને બ્રેઇન સ્ટ્રોક - gujarat news

અમદાવાદ શહેરમાં ચર્ચિત આઈશા આત્મહત્યા કેસમાં આઈશાના મોતને લઈને મોટી બહેનને આઘાત લાગતા બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Vatva area
Vatva area

By

Published : Mar 3, 2021, 10:52 PM IST

  • આઇશાની આત્મહત્યા મામલે તેની મોટી બહેનને આવ્યો બ્રેઇન સ્ટ્રોક
  • આઇશાના મૃત્યુના આઘાતને કારણે બ્રેઇન સ્ટ્રોક આવ્યો
  • ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં રહેતી આઇશાએ રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આઇશાની આત્મહત્યાથી પરિવાર પર આભ ફાટ્યો છે. મૃતક આઇશાની મોટી બહેનને આઘાતના કારણે બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જેથી ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આરીફના એક્સ્ટર્નલ સબંધને લઈને તપાસ કરાશે. મોબાઈલ ફોનના સીડીઆરની વિગતો પણ પોલીસ મેળવશે અને કોની કોની સાથે વાત કરી છે તે તમામ માહિતી મેળવવામાં આવશે.

આયશાના મોતથી તેની મોટી બહેનને આઘાત લાગતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો

પતિના લગ્નેત્તર સંબંધો હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરવામાં આવ્યો

આ અંગે આઈશાના વકીલે જણાવ્યું હતુ કે, આઈશાને આરીફના અન્ય વ્યકિત સાથેના સંબધો લગ્નના થોડા જ સમયમાં ખબર પડી ગઈ હતી અને આરીફ આઇશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો કોલ પર વાતો કરતો હતો. પોતાની પ્રેમિકાને કારણે આરીફ આઇશાને અનેક વાર તેના પિતાના ઘરે મૂકી ગયો હતો. આમ, આઇશાના આત્મહત્યા માટે પતિના લગ્નેત્તર સંબંધો હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરવામાં આવ્યો હતો.

આઇશાની વીડિયો ક્લિપે તમામ લોકોને હચમચાવી દીધી

ઉલ્લેખનીય છે કે, આઇશાનો આત્મહત્યા પહેલાનો વીડિયો અને તેના માતાપિતા સાથેની વાતચીતની ઓડિયો ક્લિપે તમામ લોકોને હચમચાવી દીધી છે. આઇશાને લગ્નના બે મહિનામાં જ આરીફ પરેશાન કરવા લાગ્યો હતો. આરીફને અન્ય યુવતી ગમતી હતી. જોકે આરીફે લગ્ન પહેલા આઇશાને આ વાત કરી નહોતી. આરીફ પ્રેમિકા માટે થઈને આઇશાને એકવાર અમદાવાદ મૂકી ગયો હતો. આ સમયે તે ગર્ભવતી હતી.

ABOUT THE AUTHOR

...view details