ગુજરાત

gujarat

ETV Bharat / city

AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત, યોજી શકે છે સંમેલન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ વિવિધ પાર્ટીઓ અત્યારથી પ્રચાર પ્રસાર અર્થે કામમાં લાગી ગઈ છે. ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદ ઉલ-મુસ્લિમીન(AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી 15 ઓગસ્ટની આસપાસ ગુજરાતની મુલાકાતે આવશે. તેમની આ મુલાકાત દરમિયાન રાજ્યમાં તેઓ પાર્ટીનો વ્યાપ વધારવા અને વિધાનસભાની ચૂંટણી માટે પ્લાન બનાવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત
AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત

By

Published : Aug 2, 2021, 8:42 PM IST

  • AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત
  • 15 ઓગસ્ટની આસપાસ આવી શકે છે ગુજરાતમાં
  • કાર્યક્રમ માટે અત્યારથી કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓ શરૂ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક દેખાતા જ પ્રાદેશિક રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં પ્રચાર કરવા તલપાપડ બની છે. આમ આદમી પાર્ટી, મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ બાદ હવે ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદ ઉલ-મુસ્લિમીન(AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતમાં આવી રહ્યા છે.

યોજી શકે છે સંમેલન

અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં AIMIMના વડા અમદાવાદ અને સુરતમાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદના લઘુમતી વિસ્તારોમાં AIMIMનો સારો દેખાવ રહ્યો હતો. AIMIM એ અમદાવાદના લઘુમતી વિસ્તારોમ કેટલીક સીટો અંકે કરી હતી. આ વખતે પણ તે ભાજપ અને કોંગ્રેસની સીટો તોડશે તેવું નક્કી મનાઈ રહ્યું છે. તેના માટે જ સંગઠન વિસ્તાર કરવા તેઓ અહીં આવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નવી ટીમ બનશે ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરતા વિધાનસભાની ચૂંટણી ઘણી વિસ્તૃત અને અલગ હોય છે. સમગ્ર ગુજરાતમાં AIMIMના મૂળિયા નાંખવા લોઢાના ચણા ચાવવા જેવું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગઢમાં અસુદ્દીન ઓવેૈસી શું બોલે છે? હવે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details