અમદાવાદરાજ્યમાં આ વર્ષે ચૂંટણી પહેલાં જ પક્ષપલટાની સિઝન બરાબરની જામી છે. એક તરફ કૉંગ્રેસના ધારાસભ્યો પાર્ટીનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. બીજી તરફ અન્ય પાર્ટીના નેતાઓ કૉંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. તેવામાં હવે ચૂંટણી પહેલા (Gujarat Assembly Elections 2022) શહેરમાં AIMIM અને AAPને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, બંને પાર્ટીના નેતાઓએ હવે કૉંગ્રેસનો હાથ પકડી લીધો છે.
બંને પાર્ટીને ફટકો પડ્યો ગુરૂવારે મોડી રાત્રે AIMIMનાં નેતા રૂબિના પઠાણ અને આમ આદમી પાર્ટીના નેતા ફરહાન શેખ (Aam Aadmi Party leaders joins Congress) સહિતના અનેક કાર્યકર્તાઓ કૉંગ્રેસમાં જોડાઈ (AIMIM leaders joins Congress) ગયા હતા. આ સાથે જ બંને પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. સામાન્ય રીતે જોઈએ તો વિપક્ષના નેતાઓ છે. તે જનતા પક્ષમાં જોડાતા હોય છે, પરંતુ જે રીતે AIMIM અને આમ આદમી પાર્ટીના આ હોદ્દેદારો કૉંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.