ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉન દરમિયાન અમદાવાદીઓ આવી રીતે સમય પસાર કરે છે... - અમદાવાદના તાજા સમાચાર

કોરોના વાઇરસની ગંભીરતાને કારણે સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. 21 દિવસ માટે કરવામાં આવેલા લોકડાઉનના 13 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ ઉપરાંત હજુ પણ 8 દિવસ બાકી છે, ત્યારે ચાલો જાણીએ લોકો ઘરે બેસીને કેવી રીતે સમય પસાર કરે છે.

ETV BHARAT
અમદાવાદીઓ આવી રીતે લોકડાઉનમાં સમય પસાર કરે છે

By

Published : Apr 6, 2020, 12:01 PM IST

અમદાવાદ: વડાપ્રધાન મોદી દ્વારા સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. જેથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. આવા સમયે ETV BHARATએ અમદાવાદીઓની દિનચર્યા જાણવા પ્રયાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, અમદાવાદના લોકો પરિવાર સાથે પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરે છે. ત્યારબાદ, સાથે મળીને સમાચાર નીહાળે છે.

લોકડાઉન દરમિયાન અમદાવાદીઓ આવી રીતે સમય પસાર કરે છે

આ ઉપરાંત ગુજરાતના સપનાનું શહેર અમદાવાદમાં લોકો લોકડાઉનાન કારણે પરિવાર સાથે ભોજનની કરી શકે છે અને ભોજન બાદ પરિવારના સભ્યો એક-બીજા સાથે વાર્તાલાપ કરે છે. આ સાથે જ અમદાવાદના યુવક-યુવતીઓ ઘરમાં જ પરિવાર સાથે ડાન્સ પાર્ટી જેવી તમામ પ્રવૃતિઓનો આનંદ માણે છે.

આ યુવતીઓએ લોકોને પણ અપીલ કરી છે કે, આમ તો લોકોને પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય મળતો નથી, પરંતુ લોકડાઉનની પરિસ્થિતિમાં સમય નિકાળી શકાય છે. જેથી લોકએ બહાર નીકળવાનં ટાળવું જોઈએ અને સરકારને સાથ આપવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details