ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની લૂંટેરી દુલ્હન, લગ્ન બાદ યુવતી સહિતની ટોળકી 1.55 લાખ લઇ ફરાર

શહેરમાં લૂંટેરી દુલ્હનનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નવાંછુક યુવક સાથે લગ્ન કરવાનું કહી ઠગ યુવતીએ 1.55 લાખ લઇ લીધા હતાં અને લગ્ન કર્યાં બાદ દુલ્હન એક જ મહિનામાં ફરાર થઈ ગઈ હતી અને તેના સાથે જ તેના ભાઈ પણ ફરાર થઈ ગયાં હતાં અને યુવકને ધમકી આપી હતી.

અમદાવાદની લૂંટેરી દુલ્હન,લગ્ન બાદ યુવતી સહિતની ટોળકી 1.55 લાખ લઇ ફરાર
અમદાવાદની લૂંટેરી દુલ્હન,લગ્ન બાદ યુવતી સહિતની ટોળકી 1.55 લાખ લઇ ફરાર

By

Published : Jun 13, 2020, 2:10 PM IST

અમદાવાદઃ શહેરના નરોડામાં રહેતો 32 વર્ષીય જયેશ સિલાઈનું કામ કરે છે. તેના લગ્ન રાજસ્થાનના ખેરવાળા ખાતેના નયાગામે રહેતી કલાવતી સાથે થયાં હતાં. ગત 4 ઓગસ્ટ 2019ના લગ્ન થયાં હતાં અને લગ્ન બાદ કલાવતી સાસરીમાંથી ફરાર થઈ ગઈ હતી. લગ્ન અગાઉ કલાવતી અને તેના ભાઈઓએ તેમની સ્થિતિ ખરાબ હોવાનું કહી 1.55 લાખ રૂપિયા લીધાં હતાં જે અંગે લખાણ પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદની લૂંટેરી દુલ્હન,લગ્ન બાદ યુવતી સહિતની ટોળકી 1.55 લાખ લઇ ફરાર
લગ્નના 1 માસ બાદ એટલે કે 9મી સપ્ટેમ્બર 2019ના રોજ કલાવતી ઘેરથી ભાગી ગઈ હતી. યુવકે તેના સાળાને જાણ કરતાં તેઓએ જણાવ્યું હતું કે તે લોકોએ પૈસા માટે જ કાવતરું રચ્યું હતું અને હાથપગ તોડી નાંખવાની ધમકી આપી હતી. યુવકે કલાવતીની નજીકની યુવતીને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે અગાઉ પણ અન્ય યુવકને આ રીતે ભોગ બનાવવામાં આવ્યો છે.આ મામલે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details