- બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સતત સફળતા
- છેલ્લા 2 મહિનામાં 9 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ
- છેલ્લા 10 મહિનામાં 26 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કિડનીની સમસ્યાથી પીડિતા બાળકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ (kidney transplant) મામલે અમદાવાદ સિવિલ કેમ્પસ (ahmedabad civil campus)માં આવેલી કિડની હૉસ્પિટલે દેશભરમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. છેલ્લા 10 મહિનામાં ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (institute of kidney disease and research center) દ્વારા 26 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. છેલ્લા માત્ર 2 મહિનામાં 9 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં IKDRCસફળ રહ્યું છે.
સતત સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ
રાજ્યભરમાં કિડની માટે જાણીતી અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલું ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરને બાળકોની કિડની સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સતત સફળતા મળી રહી છે. કિડની હોસ્પિટલ (kidney hospital)માં દર વર્ષે બાળકોના કિડનીના ટ્રાન્સપ્લાન્ટના કેસોની વાત કરીએ તો દેશભરની જાણીતી હોસ્પિટલ કરતા 3 ઘણા વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ માત્ર અમદાવાદ સ્થિત કિડની હોસ્પિટલમાં થઈ રહ્યા છે.
IKDRC કિડની ટ્રાન્સપ્લાન્ટમાં અવ્વલ
દેશની જાણીતી દિલ્હી એઈમ્સ (delhi aiims)માં વર્ષે 7થી 8, જ્યારે બેંગ્લોરમાં આવેલી સેન્ટ જોન્સ (bangalore saint johns)માં વર્ષે 6થી 7 બાળકોનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદની આ કિડની હોસ્પિટલ 3 ઘણી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી રહી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય એવા બાળકોના વાલીઓ તેમને કિડની હોસ્પિટલ તરફથી મળી રહેલી સુવિધાને લઇને સંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લાખોના ખર્ચે થતું કિડની ટ્રાન્સપ્લાન્ટ અહી વિનામૂલ્યે થાય છે.