અમદાવાદ : રાજ્ય સરકારે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઇડલાઇનમાં આ વર્ષે નવરાત્રીમાં માટે 1 કલાક જ આપવામાં આવ્યો છે, જેમાં આરતી, પૂજા અને અર્ચના કરવાની રહેશે તથા દિવાળીમાં પણ લોકો સંમેલન યોજી શકાશે નહીં.
નવરાત્રી અને અન્ય તહેવારોને લઈને સરકારની ગાઇડલાઇન અંગે અમદાવાદીઓની પ્રતિક્રિયા - public reaction on navratri
નવરાત્રી અને અન્ય તહેવારોને લઈને લોકોના મનમાં કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી, જે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ગાઇડલાઇન બાદ દૂર થઈ છે. રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે, તેમાં નવરાત્રીમાં ગરબા ન યોજવા અંગે જણાવવામાં આવ્યું છે.
reaction of Ahmedabadis
રાજ્ય સરકારના નિર્ણયને અમદાવાદીઓ આવકર્યો છે, પરંતુ અમદાવાદીઓ હજૂ ગરબા યોજાય તેવી માગ પણ કરી છે. લોકોએ અગાઉથી તૈયારીઓ કરી હતી અને ખરીદી પણ કરી હતી. લોકોને મનમાં આશા હતી કે, સરકાર અંતે પરવાનગી આપશે, પરંતુ પરવાનગી ન મળતા લોકોમાં નિરાશા જોવા મળી છે. લોકોના મનમાં હજૂ આશા છે કે, સરકાર અંતે પરવાનગી આપશે. હાલ લોકોમાં સરકારના નિર્ણયને કારણે નિરાશા પ્રસરી છે.