અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, તેવામાં જમાલપુર વિસ્તારમાં આવેલા ફૂલ માર્કેટમાં વહેલી સવારે ફૂલની ખરીદી કરવા માટે આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ્ટ અને માસ્ક ન પહેર્યું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યાં હતાં. નવરાત્રિના પર્વને લઈ લોકો ફૂલોની ખરીદી કરવામાં માટે આવ્યાં હતાં, પરંતુ બેદરકારી સતત જોવા મળી રહી હતી.
સામાન્ય લોકો તથા ફૂલ વેચનાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ્ટનું ભાન ભૂલી ગયાં હતાં. નવરાત્રિમાં ગરબાની મંજૂરી નહી, પરંતુ માતાજીની આરાધનાની છૂટછાટકોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના પર્વમાં ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પરંતુ માતાજીની પૂજાઅર્ચના અને આરાધના માટેની છૂટછાટ આપવામાં આવી હતી. જોકે માતાજીની આરાધનાની સાથે આઠમના પર્વના દિવસે એટલે કે આજના દિવસે મોટી સંખ્યામાં લોકો ફૂલહાર ખરીદવા માટે થઈને જમાલપુર માર્કેટ પહોંચ્યાં હતાં. જ્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ભૂમિકા છતી થઇ હતી. કારણ કે, મનપા અને શહેર પોલીસની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે જમાલપુર ફૂલ માર્કેટમાં મોટી સંખ્યામાં એક સાથે ફૂલોની ખરીદી કરવા માટે લોકો એકઠા થયાં હતાં જ્યાં આગળ મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યું જ ન હતું તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સ્ટના લીરેલીરા ઉડાવ્યાં હતાં.
લોકો પોતાના ઘરમાં રહીને પણ નવરાત્રિની આરાધનામાં તલ્લીન છે આરાધના કરવામાં કોરોનાને ખુલ્લું આમંત્રણસામાન્ય લોકો માતાજીની આરાધનામાં કોરોના હોવાનું ભાન ભૂલી ચૂક્યાં હતાં. કારણકે માતાજીની આરાધનામાં લોકો એટલા બેબાક બની ગયાં હતાં કે, માતાજીને ફૂલ ચઢાવવા માટે થઈ કોરોના હજી ગયો નથી તે પણ તેમને ખબર ન રહી હતી. જમાલપુર માર્કેટમાં સર્જાયેલા દ્રશ્યએ આજે જાણે કોરોના વાઇરસને સામે ચાલી આમંત્રણ આપ્યું હોય તેવું જોવા મળ્યું હતું.
શા માટે સોશિયલ ડિસ્ટન્સ્ટના ઉડ્યા ધજાગરાં?નવરાત્રિ પર્વનો જ્યારે આજે આઠમનો દિવસ છે. આઠમનો મહિમા માતાજીની આરાધના માટે થઈ વિશિષ્ટ માનવામાં આવતો હોય છે. જેને લઈ રાજ્યના દરેક માતાજીના મંદિરમાં મોટાભાગે હવન તથા અન્ય પૂજાના કાર્યક્રમો રાખવામા આવતા હોય છે. જેને લઈ પૂજા અર્ચનામાં ફૂલો અને અન્ય સામગ્રીની જરૂર પડતી હોવાના કારણકે જમાલપુર માર્કેટમાં લોકો ફૂલ હાર તથા આસોપાલવ તોરણ લેવા માટે પહોંચી ગયાં હતાં. આરાધના અને પૂજાને લઇને લોકો એટલા તલ્લીન બની ગયાં હતાં કે સોશિયલ ડિસ્ટન્સ્ટ શું કહેવાય તે પણ તેમને ભાન રહ્યું ન હતું.
ફૂલોની ખરીદીમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ્ટનું ભૂલ્યાં ભાન મનપા અને પોલીસની નિષ્ક્રિય ભૂમિકા પણ જોવા મળીસૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે દરવર્ષે નવરાત્રિના પર્વના દિવસે મોટી સંખ્યામાં લોકો ફૂલો અને આસોપાલવ તોરણ લેવાા આવતા હોય છે. પરંતુ આ વર્ષ કોરોના મહામારી ચાલી રહી છે. તેવામાં મનપા અને પોલીસે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની જગ્યાએ તેઓ ઊંઘમાં હોય તેવું જોવા મળ્યું છે. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં ન આવતા આખરે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ્ટના ધજાગરા ઉડ્યાં હતાં. જોકે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હોવાની માહિતી વહેલી સવારે મળી હોવા છતાં પોલીસે આંખ આડા કાન કર્યા હતાં.
ETV Bharatમાં અહેવાલ પ્રસારિત થઈ રહ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ એક્શનમાંજમાલપુર ફૂલ માર્કેટમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ્ટ અને માસ્ક ન પહેર્યું હોવાની માહિતી ઇટીવીને મળતાં જ ત્યાંનો અહેવાલ પ્રસારિત કરવામાં આવતાં પોલીસ તરત એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય તેવું પણ જોવા મળ્યું હતું. કારણ કે ફૂલોની ખરીદી કરવા આવેલા લોકો વહેલી સવારે આવ્યાં હતાં. જોકે જાગ્યા ત્યારથી સવાર જેવી સ્થિતિ પોલીસમાં જોવા મળી હતી. ઇટીવી ભારતની ટીમ જમાલપુર ફૂલ માર્કેટમાં હોવાની માહિતીની સાથે જ ત્યાં પહોંચી લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ્ટનું પાલન કરવા લાગી ગઈ હતી.