અમદાવાદ:કોરોના મહામારીને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે બીજી તરફ શહેરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, પરંતુ શહેરીજનો તેની ગંભીરતાને ધ્યાને ન રાખીને રોડ-રસ્તા પર ફરી રહ્યાં છે. જેના પગલે પોલીસ કડકાઈથી નિર્ણયની અમલવારી કરાવી રહી છે. આગામી સમયમાં જો પબ્લિક કોરોનાના ચેપને ગંભીરતાથી નહીં લે તો પોલીસ દ્વારા ગુનો દાખલ થશે અને તેના માટે થઇને મંગળવારે સવારથી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે અને બિનજરૂરી જે લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે તે લોકોને પોલીસ રોકી રહી છે. તેમ જ હેલમેટ ન પહેરવા પર પણ પોલીસ લોકોને દંડ કરી રહી છે.
...તો આવા બહાના બનાવી રહ્યાં છે બહાર નીકળવાના શહેરવાસીઓ - Ahmedabad corona
અમદાવાદમાં સવારથી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે અને બિનજરૂરી જે લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે તે લોકોને રોકવામાં આવી રહ્યાં છે. તેમ જ હેલમેટ ન પહેરવા પર પણ પોલીસ લોકોને દંડ કરી રહી છે.
...તો આવા બહાના બનાવી રહ્યાં છે બહાર નીકળવાના શહેરવાસીઓ
અમદાવાદીઓ ગમે તેવા બહાના કરીને બહાર નીકળી રહ્યાં છે. પોલીસ દ્વારા પૂછવામાં આવતાં પણ તેઓ ગમે તેવા બહાના બનાવી રહ્યાં છે, ત્યારે પોલીસ દ્વારા તેને સમજાવવામાં આવી રહ્યું છે કે, તેમની જ સલામતી માટે છે અને બધાં અત્યારે ઘરમાં રહેવું જોઈએ અને બિનજરૂરી કોઈએ બહાર નીકળવું નહીં તેની સમજણ આપવામાં આવી રહી છે. પરંતુ કેટલાક લોકો આ વસ્તુનું પાલન કરી રહ્યાં નથી. જેના લીધે તેમને મેમો આપવામાં આવી રહ્યો છે અને તેમની પાસેથી પેનલ્ટી ભરાવવામાં આવી રહી છે.