અમદાવાદ: શહેરના એક યુવકે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. યુવક સામે 1 મિનિટમાં બર્પી પૂલઅપ્સમાં કરવાની ચેલેન્જ હતો. જેની સામે અમદાવાદી યુવકે માત્ર 59 સેકન્ડમાં પૂર્ણ કરી નવો રેકોર્ડ કાયમ કર્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બર્પી પૂલઅપ્સમાં સ્થાન મેળવનારો ભારતનો એકમાત્ર વ્યક્તિ છે.
અમદાવાદના રણવીરનું નામ હાલમાં જ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. બર્પી પૂલઅપ્સની બે અલગ મોશનમાં થતી કઠિન એક્સસાઇઝ માટે તેને તૈયારીઓ શરૂ કરી હતી.
અમદાવાદી યુવકે 59 સેકન્ડમાં ચેલેન્જ પૂરી કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો ગત સપ્ટેમ્બર મહિનામાં આ યુવકે પહેલીવાર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ઓફિસ પોતાની એક્સર્સાઇઝ અંગે જાણ કરી અરજી કરી અને વર્લ્ડ રેકોર્ડ કરવા માટે તૈયારીઓ દર્શાવી હતી. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા તેની અરજી સ્વીકાર કરાતા રણવીરે તૈયારીઓ વધારી દીધી હતી.
જૂન મહિનામાં તેને વર્લ્ડ રેકોર્ડના પુરાવા આપવાના હતા. રણવીરે અગાઉના રેકોર્ડ તપાસ્યા અને 24 બર્પી પૂલઅપ્સ કરવા માટેની પ્રેક્ટીસ શરૂ કરી હતી. રણવીર એક મિનિટમાં 24 બર્પી પૂલઅપ્સ કરવા લાગ્યો, પરંતુ પરીક્ષાની અંતીમ ઘડીઓ નજીક આવી, ત્યારે તેને જાણવા મળ્યું કે, જર્મનીના એક યુવકે 24 બર્પી પૂલઅપ્સ કરીને નવો વિશ્વ રેકોર્ડ કર્યો છે. તેમ છતાં રણવીર હિંમત ન હાર્યો અને એક જ સપ્તાહ પછી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની ટીમના સભ્યોની સાક્ષીમાં તેને 59 સેકેન્ડમાં 25 બર્પી પૂલઅપ્સનો નવો વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે.
અમદાવાદી યુવકે 59 સેકન્ડમાં ચેલેન્જ પૂરી કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો રણવીર સાથે તેના પરિવારે પણ વર્લ્ડ રેકોર્ડ માટે મહેનત કરી હતી. રણવીરે જ્યારે બે વર્ષ પહેલા વર્લ્ડ રેકોર્ડ માટે પિતા રમેશભાઇ લૂણીને જાણ કરી ત્યારે તેની માટે જરૂરી તમામ સગવડો કરી આપવાનું વચન આપ્યું હતું. ટ્રેઇનર પ્રજ્ઞેશ પટેલે પણ રણવીરનું સપનું સાકાર કરવા એક્સર્સાઇઝથી માંડીને ડાયટ સુધીની તૈયારીઓ કરાવી હતી.
અમદાવાદી યુવકે 59 સેકન્ડમાં ચેલેન્જ પૂરી કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો રણવીરે વિશ્વ રેકોર્ડ બનાવવા માટે જે ભોજનમાં સુગર આવતી હોય તેવી એક પણ વસ્તુ ચાખી પણ ન હતી. અંતે તેની મહેનત રંગ લાવી અને તેને આ રેકોર્ડ કાયમ કર્યો છે.
હાલ તો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી રણવીરને સર્ટીફિકેટ આપી દેવામાં આવ્યું છે. હાલ રણવીરે પોતાનો બીજો ગોલ પણ સેટ કરી તેના માટે તૈયારીઓ પણ શરૂ દીધી છે.