અમદાવાદ અમદાવાદ પોલીસે 1255 કફ સિરપ બોટલો સાથે એન્જિનિયરીંગનો અભ્યાસ કરતાં યુવકને પકડી (Ahmedabad Youth selling cough syrup bottles ) પાડ્યો છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ એસઓજી અને અમદાવાદ મદદનીશ પોલીસ કમિશનરને મળેલી બાતમીને આધારે ઠક્કરબાપા નગર વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. જે દુકાનમાંથી Codeine Phosphate કફ સિરપની 1255 નંગ બોટલ કિંમત રૂપિયા 2,37,195 તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા 2,44,745ના મુદ્દામાલ સાથે એક યુવકને પકડી (SOG caught) પાડ્યો છે.
અમદાવાદમાં નશા માટે કફ સિરપની બોટલો વેચતો વિદ્યાર્થી ઝડપાયો, એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો
અમદાવાદ પોલીસે 1255 કફ સિરપની બોટલો સાથે એન્જિનિયરીંગનો અભ્યાસ કરતાં યુવકને પકડી પાડ્યો છે. આ યુવક સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. યુવક પાસેથી પોલીસે કુલ 2,44,745 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. Ahmedabad Youth selling cough syrup bottles for intoxication ,Crime Registered under NDPS Act , SOG caught
એસઓજીનો દરોડોવધુ વિગતે જોઈએ તો બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસઓજીએ ઠક્કરબાપાનગરમાં આવેલ હરિજન સિન્ધી કો.ઓ.હા. સોસાયટી દુકાન નં.20માં રેઇડ કરી હતી. તે જગ્યાએથી એક યુવક નામે મયૂરસિંહ ઉર્ફે મોનુ અશોકસિંહ ક્ષત્રિય ઉંમર 26 છે, તેની Codeine Phosphate કફ સિરપની બોટલો નંગ 1255 કિંમત રૂ. 2,37,195 તથા મોબાઇલ ફોન કિંમત રૂ.7,000 તથા રોકડા નાણાં રૂ.550 મળી કુલ રૂ.2,44,745ના મુદ્દામાલ સાથે આ યુવકને પકડ્યો છે. આરોપી વિરૂધ્ધ ધી એનડીપીએસ એક્ટ કલમ 8(સી), 21(સી), 29 મુજબ ગુનો ( Crime Registered under NDPS Act ) દાખલ કર્યો છે અને આગળની વધુ તપાસ શરૂ કરી છે.
ત્રણ મહિનાથી કફ સિરપની બોટલ વેચતો હતો તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ યુવક કડીની એન્જિનિયરીંગ કોલેજ ( Kadi Engineering College Student ) માં અભ્યાસ કરી રહ્યો છે અને છેલ્લા ત્રણ મહિનાથી આવી રીતે કફ સિરપ વેચતો (Ahmedabad Youth selling cough syrup bottles ) હતો. Codeine Phosphate બોટલ તે નશો કરનાર વ્યક્તિઓને જ આપતો હતો. મયૂરસિંહના ભાઈ અને પિતા પાસે લાયસન્સ હતું, પણ તે લાયસન્સ 9 મહિના પહેલા એક્સપાયર થઈ ગયું હતું. પોલીસના કહેવા પ્રમાણે કફ સિરપ સપ્લાય કરનારી કંપની ( Cough syrup supplying company ) અને ડિસ્ટ્રીબ્યૂટર સામે પણ તપાસ કરીને પગલાં લેવાશે.