1) અમદાવાદ ATSએ વધુ 50 હથિયારો સાથે 10 આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદ ATSની ટીમે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ત્યારે મંગળવારના રોજ 50 હથિયારો સાથે 10 આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા છે. Click Hear
2) Gujarat-Pakistan Drugs Racket: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનો પુત્ર સહીત 6 પાકિસ્તાની આઈકાર્ડ મળ્યા
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે કચ્છમાં જખૌ નજીક મધદરિયેથી 375 કરોડની કિંમતનાં 77 કિલો હેરોઈન (Gujarat-Pakistan Drugs Racket) 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી.. જે કેસમાં તમામ આરોપીઓના 10 દિવસનાં રિમાન્ડ મેળવી તપાસ કરતા મોટો ખુલાસો સામે આવ્યો છે. આ ગુનાનો મુખ્ય સુત્રધાર હાજી હસન અગાઉ નાર્કોટીક્સનાં ગુનામાં 5 વર્ષ દુબઈની જેલમાં પણ રહી ચુકેલો હોવાનું ખુલ્યુ છે.. આરોપીઓ પાસેથી ATSએ પાકિસ્તાની ઓળખ કાર્ડ પણ કબ્જે કર્યા છે, ત્યારે આરોપીઓ અગાઉ કેટલી વાર ગુજરાત આવ્યા છે અને કેટલુ ડ્રગ્સ ભારતમાં ધુસાડવામાં સફળ રહ્યાં છે તે અંગે વધુ ATSએ તપાસ હાથ ધરી છે. Click Hear
3) અમદાવાદ શહેરમાં વધુ એક સિનિયર સિટીઝનની હત્યા, ગળું કાપેલી હાલતમાં મળી આવ્યો વૃદ્ધનો મૃતદેહ
અમદાવાદ (Ahmedabad)માં વધુ એક વૃદ્ધની હત્યાથી ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે ઘાટલોડિયા (Ghatlodia) વિસ્તારમાં રહેતા વૃદ્ધને ફોન આવતા તેઓ પોતાના જૂના ઘરે ગયા હતા, જ્યાં તેમની હત્યા (Murder) કરી દેવામાં આવી હતી. હત્યા બાદ મૃતકની સોનાની ચેઇન (Gold Chain), મોબાઇલ (Mobile) અને બાઇક (Bike) ગુમ છે. ત્યારે આ હત્યા લૂંટના ઇરાદે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ (Police) આ ઘટનાને લઇને તપાસ કરી રહી છે. Click Hear