ગુજરાત

gujarat

અમદાવાદ: મહિલા ટ્રાફિક પોલીસે પૂરુ પાડ્યુ માનવતાનું ઉદાહરણ

By

Published : Jun 16, 2021, 7:59 AM IST

અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો સામાન્ય લોકો પ્રત્યે મઅમાનવીય વર્તાવ તેમજ બીજી તરફ સામાન્ય લોકોનો પણ ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલીના અનેક બનવો સામે આવતા રહે છે. ટ્રાફિક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ ડ્યુટી દરમિયાન માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખોવાયેલ પર્સમાંથી મળેલા ડોક્યુમેન્ટ પર અલગ અલગ એડ્રેસ હોવા છતાં વોટિંગ કાર્ડની મદદથી વેરીફાય કરીને તેને યુવાનને પરત કરાયું છે.

xxx
અમદાવાદ: મહિલા ટ્રાફિક પોલીસે પૂરુ પાડ્યુ માનવતાનું ઉદાહરણ

  • અમદાવાદમાં મહિલા ટ્રાફિક કર્મચારીએ બતાવી માનવતા
  • ખોવાયલુ પર્સ યુવાને પરત ફર્યું
  • ડોક્યુમેન્ટ્સના આધારે યુવાન સુધી પહોચી મહિલા કર્મચારી

અમદાવાદ :પરવત પાટીયા કબૂતર સર્કલના ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરતી વખતે મહિલા કોન્સ્ટેબલને વરાછાના રહેવાસીનું એક પર્સ મળ્યું હતું. જેમાં એક બે નહીં પરંતુ 7 જેટલા ATM કાર્ડ હતાં અને ડ્રાઈવિંગ લાયસન્સ અને ચૂંટણી કાર્ડ,પાનકાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટ પણ હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજીને મહિલા કોન્સ્ટેબલે યુવની શોધખોળ શરૂ કરી હતી અને યુવાનને તેનુ પર્સ પરત કર્યું હતું.

ડોક્યુમેન્ટના આધારે શોધખોળ

મહિલા કોન્સ્ટેબલને પર્સ મળતા ડોક્યુમેન્ટના આધારે તેના અન્ય સંબંધીઓની મદદથી યુવકનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ડોક્યુમેન્ટ પર લંબે હનુમાન રોડ અને માતાવાડી એમ અલગ અલગ એડ્રેસ હોવાથી થોડી મુશ્કેલી પડી હતી. જેથી તેમણે તેમની પિતરાઇ બહેનને મોકલીને યુવક કે તેના પરિવારનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. અને યુવકના પિતા વિઠ્ઠલભાઈનો સંપર્ક થયો હતો. બાદમાં ડોક્યુમેન્ટની ખરાઈ કરીને મહિલાએ યુવાન મયુર નંદાનીને પર્સ પરત કર્યું હતું. યુવકે મહિલા કોન્સ્ટેબલ સાથે સમગ્ર પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : કોરોનાના કારણે એક મહિલા પોલીસકર્મીનું નિધન

પરિવારના સભ્યોના 7 થી 8 કાર્ડ હતાં

ટ્રાફિક કોન્સ્ટેબલ રિટાબેને જણાવ્યું હતું કે, પર્સ મળ્યું એ સમયે પર્સમાં યુવક અને તેના પરિવારના સભ્યોના 7 થી 8 કાર્ડ હતાં. એટલે સમય બગાડ્યા વગર તપાસ કરી હતી. જોકે અલગ અલગ એડ્રેસને કારણે યુવાનને શોધવામાં એક કલાક જેટલો સમય નીકળી ગયો હતો. મારી પિતરાઈ બહેનની મદદથી મને યુવક મયુર મંદાનીના પિતા સુધી પહોંચવામાં સફળતા મળી હતી. તેમાં ઓરિજિનલ આધારકાર્ડ અને લાઈસન્સ સાથે ચકાસણી કર્યા બાદ મેં મયુરભાઈને પર્સ પરત કરી મારી ફરજ બજાવી હતી. હું સાબરકાંઠાના ઈડરની વતની છું. છેલ્લા 18 મહિનાથી રિજિયન-1માં કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહી છું.

આ પણ વાંચો : સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડન લઈને 119 જેવા કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details