અમદાવાદ: ગુરૂવારનો દિવસ શહેરની મહિલા પોલીસ માટે ખાસ બની ગયો હતો. 30 જેટલી મહિલા પોલીસે શહેરના બ્રાન્ડ ફેક્ટરીમાં ખરીદી કરવાનો લહાવો લીધો હતો. જ્યાં મહિલા પોલીસ અધિકારીઓએ તેમના મનપસંદ કપડાં ખરીદ્યા હતાં અને તેમની હાજરીથી સ્ટોરમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થઇ હતી.
અમદાવાદ શહેરની મહિલા પોલીસે ખરીદી કરવાનો આનંદ માણ્યો
ગુરૂવારનો દિવસ શહેરની મહિલા પોલીસ માટે ખાસ બની ગયો હતો. 30 જેટલી મહિલા પોલીસે શહેરના બ્રાન્ડ ફેક્ટરીમાં ખરીદી કરવાનો લહાવો લીધો હતો.
શહેરની મહિલા પોલીસે ખરીદી કરવાનો આનંદ માણ્યો
મહિલા પોલીસે સ્ટોરમાં કામ કરતી બીજી મહિલાઓને સેફટી અંગે માર્ગદર્શન પણ પૂરૂં પાડ્યું હતું. તેમ જ કોઈ પણ મુશ્કેલી કામના સ્થળે ન પડે તેના માટે એક કમિટી બનાવવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બ્રાન્ડ ફેક્ટરીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, અમારા માટે ખુશીની વાત છે કે મહિલા પોલીસ અધિકારીઓ મારા સ્ટોર પર આવીને મહિલા સુરક્ષાને લઈને અમારા મહિલા સ્ટાફ સાથે ખાસ વાતચીત કરી છે.