અમદાવાદઃ જિલ્લામાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લામાં હાલ 60 જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે. તેમાં શુક્રવારે 26 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે અને 2 ઝોનને મુક્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ નવા 26 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનના ઉમેરા સાથે શહેરમાં હાલ 60 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન - Mun. Commissioner Mukesh Kumar
અમદાવાદમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લામાં હાલ 60 જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે. તેમાં શુક્રવારે 26 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે અને 2 ઝોનને મુક્ત કરવામાં આવ્યા છે.
શહેરમાં વટવા (સાઉથ ઝોન) વિસ્તાર અને બોડકદેવ (નોર્થ ઝોન) વિસ્તારને મોઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી દુર કરવામા આવ્યાં છે. જ્યારે અન્ય 26 વિસ્તારને કોરોનાનો ખતરો જોતા માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, શહેરમાં મ્યુનિ.એ 20 મિનિટ માટે સેટ કરી શકાય તેવી કીટથી ટેસ્ટની માત્રા ઝડપી બનાવી છે, જેને કારણે આગામી કેટલાક દિવસોમાં કેસની વધુ સંખ્યા આવવાની શક્યતા વર્તાઇ રહી છે. અત્યાર સુધી શહેરમાં ટેસ્ટ એક મર્યાદા માટે થતાં હતા હવે વધુ ટેસ્ટ થતા કેસ પણ વધી શકે છે.