અમદાવાદ- આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સની ટીમ એન્ટ્રી લેતાંની સાથે જ 15મી સીઝનનું ટાઇટલ જીતી (Winner of IPL 2022 final match)લીધું છે. ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 07 વિકેટે પરાજય આપ્યો હતો. આજે ગુજરાત ટાઈટન્સની ટીમનો અમદાવાદમાં રોડ શો (Road show of Gujarat Titans team in Ahmedabad ) યોજાય તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદમાં ભારતીય ક્રિકેટના 75 વર્ષની થઈ ઉજવણી, રણવીર અને રહેમાને મચાવી ધૂમ
રોડ શોમાં મુખ્યપ્રધાનની હાજરી -આ રોડ શો અમદાવાદના ઉસ્માનપુરા રિવર ફ્રન્ટથી એલિસબ્રિજ રિવરફ્રન્ટ સુધી યોજાય તેવી શક્યતા છે. આ રોડ શોમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહે તેવી (Ahmedabad will greet Gujarat Titans today) શક્યતા છે. આ રોડ શો (Road show of Gujarat Titans team in Ahmedabad ) માટે અમદાવાદ પોલીસ પાસેથી પરમિશન માગવામાં આવી છે. સાંજના સમયે આ રોડ શો યોજાય તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ W T-20 Challenge : સુપરનોવાજ ત્રીજી વખત બન્યું ચેમ્પિયન, વેલોસિટીને 4 રનથી હરાવ્યું
રાજકીય લાભ મેળવવા પ્રયાસ -IPL-2022 ફાઇનલ મેચમાં (Winner of IPL 2022 final match)કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતની જીત બાદ ગુજરાતની પ્રજા વચ્ચે ગુજરાતની ટીમની સાથે રોડ શો (Road show of Gujarat Titans team in Ahmedabad ) યોજવાથી વર્તમાન શાસક પક્ષને આગામી વિધાનસભાની ચૂંટણી સમયે ચોક્કસ લાભ થાય તેવી ગણતરી છે.