ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ વેધર વોચની મળી બેઠક, આગામી તારીખ 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા - Cyclonic circulation

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સાયકલોનીક સકર્યુલેશન બની રહ્યું છે, જેના લીઘે 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. જેને લઈ રાહત કમિશ્નર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ADVAIT સાઈટના માધ્યમથી યોજાયો હતો.

Weather watch meeting
અમદાવાદઃ વેધર વોચની મળી બેઠક, આગામી 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા

By

Published : Jul 29, 2020, 1:18 AM IST

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સાયકલોનીક સકર્યુલેશન બની રહ્યું છે, જેના લીઘે 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. જેને લઈ રાહત કમિશ્નર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ADVAIT સાઈટના માધ્યમથી યોજાયો હતો. આ વેબીનારમાં ડેપ્યુટી કલેક્ટર તૃપ્તિ જે. વ્યાસ દ્વારા તમામ અધિકારીઓનું ઓનલાઇન સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદઃ વેધર વોચની મળી બેઠક, આગામી 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા

રાજ્યમાં અત્યાર સુઘી 336.17 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમી ની સરખામણીએ 40.45 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 15 જિલ્લાના કુલ 47 તાલુકાઓમાં સરેરાશ વરસાદ 2.59 મીમી નોઘાયો છે.

અમદાવાદઃ વેધર વોચની મળી બેઠક, આગામી 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા

મંગળવારે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુઘી 39 તાલુકાઓમાં 1 મીમીથી 138 મીમી વરસાદ નોઘાયો છે. જેમાં વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં સૈાથી વઘુ 138 મીમી વરસાદ નોંધાયો છે. IMDના અઘિકારી દ્વારા જણાવાયું છે કે રાજયમાં અત્યાર સુઘી સિઝનનો લગભગ 41 ટકા જેટલો વરસાદ થઇ ગયો છે. બંગાળની ખાડીમાં સાયકલોનીક સકર્યુલેશન બની રહ્યું છે, જેના લીઘે 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ મઘ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શકયતા છે. આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં અને સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દેવભૂમી દ્વારકા અને ગીરસોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની શકયતા છે. આજથી લઇ આવતા 5 દિવસ દરમિયાન વરસાદમાં વઘારો થવાની શક્યતા છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે, ચાલુ વર્ષે અંદાજીત 70.27 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તારિખ 27/7 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 58.17 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 82.78 ટકા વાવેતર થયું છે.

સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી 119.86 મીટર છે, તેમજ 1,72,973 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 51.78 ટકા છે. તેમજ 11,267 કયુસેક પાણીની આવક થઇ છે. ઉપરાંત રાજયનાં 205 જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ 2,79,159 એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના 50.14 ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ-66 જળાશય એલર્ટ ૫ર છે.

સચિવ હર્ષદ આર. પટેલે ઉર્જા અને પેટ્રોકેમીકલ્સના અધિકારી સાથે રીવ્યુ કરતાં જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે કુલ-83 ગામોના વીજ-પુરવઠાને અસર થઇ છે. જે આજ સાંજ સુધીમાં શરૂ કરવામાં આવશે. હાલમાં રાજ્યના અન્ય વિસ્તારમાં વિજ-પુરવઠો નિયમિત છે. આગામી સમયમાં જો ભારે વરસાદ થાય તો તે અંગે આગોતરા આયોજન માટે અલગ-અલગ વિભાગના હાજર અધિકારીઓને રાહત કમિશ્નર દ્વારા સુચના આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details