આજે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. જેના કારણે હવામાન ખાતા દ્વારા અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સાથે સાથે આવનારા બે દિવસોમાં તાપમાનમાં હજી વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં તાપમાન 42ને પાર, યલો એલર્ટ જાહેર - yellow alert
અમદાવાદઃ અમદાવાદમાં ગરમીએ પોતાનો મિજાજ બતાવતા તાપમાનમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે તાપમાન ૪૨ ડિગ્રીને પાર થઈ ગયો હતો.
પ્રતિકાત્મક ફોટો
આગામી ૪૮ કલાકમાં તાપમાન ૪૩ થી વધુ પહોંચશે એવી આગાહી કરવામાં આવી છે. જેને લઇ યલો એલર્ટ જાહેર કરાતા ગરમ હવાઓ,વાતાવરણમાં ગરમાટો રહેવાની આગાહી કરવામાં આવી છે
લાંબા વિરામ બાદ શરૂ થયેલ ગરમી આ વખતે મજબૂત ઓપનિંગ સાથે શરૂ થઈ છે અને માત્ર એક સપ્તાહની અંદર તાપમાન ૩૩ થી વધી ૪૩ સુધી પહોંચી ગયો છે. યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ૪૮ કલાકમાં તાપમાનમાં અત્યંત વધારો નોંધાશે.