- અમદાવાદની વી. એસ. હોસ્પિટલ ફરી વિવાદમાં આવી
- મૃતદેહની અદલા બદલી થતા ચકચાર
- કોલ્ડ સ્ટોરેજમાં રાખવા લવાયેલા મૃતદેહની અદલાબદલી
અમદાવાદ: અમદાવાદની વી. એસ. હોસ્પિટલ ફરી એક વિવાદોમાં ઘેરાઈ છે. રેખાબેન ચંદ નામની મહિલાનો મૃતદેહ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થઈ ગયો છે. મૃતક મહિલાના પુત્ર વિદેશ રહેતા હોવાથી મૃતદેહને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે લવાયો હતો. પરંતુ વી. એસ. હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે મૃતદેહની અદલા બદલી થઈ ગઈ હતી.
કોલ્ડ સ્ટોરેજમાં રાખવા લવાયેલા મૃતદેહની અદલાબદલી
મૃતદેહની અદલા-બદલી થઇ જતા પરિવારજનો દ્વારા હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કરી હતી. મહત્વનું છે કે પ્રાથમિક તપાસમાં બંને મુદ્દે આદલા બદલી થઈ ગયા હોવાના કારણે સ્મશાનની વિગત સાથે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. જેમની સાથે મૃતદેહની બદલી થઈ હતી તે પરિવારને પેકિંગ મૃતદેહ રાખ્યો હોવાના કારણે કોઈપણ પ્રકારનો ખ્યાલ આવ્યો ન હતો. રેખાબેનના પરિવારજનો માંગણી કરી રહ્યા છે કે મૃતકનું ડેથ સર્ટિફિકેટ અને જરૂરિયાતના તમામ પ્રમાણપત્રો મળી રહે.