અમદાવાદ :અમદાવાદીઓને ગરમીમાં રાહત આપતો નિર્ણય (Afternoon Traffic Signal in Ahmedabad) શહેર પોલીસ લેવા જઈ રહી છે. જે નિર્ણય છે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો છે. કાળઝાળ ગરમીમાં જેનાથી (Ahmedabad Traffic Signal) વાહન ચાલકોને આંશિક રાહત મળશે. તેમજ હવે તડકામાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાંથી પણ મુક્તિ મળશે. શહેર પોલીસનો શહેરીજનો માટે રાહત આપતો નિર્ણય લેવાની છે. પોલીસ અધિકારીઓના અભિપ્રાય બાદ સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવશે તેવી શક્યતાઓ સામે આવી રહી છે.
આ પણ વાંચો :Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા
સિગ્નલ ક્યારે બંધ રહેશે - બપોરે 1 વાગ્યા પછી ગરમીનું પ્રમાણ વધતા વાહન ચાલકોને તડકામાં સિગ્નલ પર ઊભા રહેવાના કારણે મુશ્કેલીઓ વધે છે. લૂ લાગવી, હીટ વેવની અસરના કારણે સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસે બપોરના સમયમાં સિગ્નલ બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યા છે. અભિપ્રાય બાદ ટુંક સમયમાં સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવશે. ટ્રાફિક પોલીસના (Ahmedabad Traffic Police) સિગ્નલ બંધ રાખવાના નિર્ણયથી કાળઝાળ ગરમીમા રાહદારીઓને આંશિક રાહત મળશે. ટ્રાફિકના મોટા જકસનો પર બપોરે સિગ્નલ બંધ રહેશે. ત્યારે અમદાવાદમાં 60 સિગ્નલ બપોરના સમયે બંધ રહેશે.
આ પણ વાંચો :Overspeed Vehicle Drivers : વાહન ઓવરસ્પીડમાં ચલાવતા ઝડપાશો તો થશે મોટી કાર્યવાહી, જાણો નવો નિયમ...
ટ્રાફિક નિયમનની કડક અમલવારી -તડકામાં સિગ્નલ પર ઉભું ન રહેવું પડે તે માટે માનવતા દાખવીને પોલીસે (Decision Regarding Ahmedabad Traffic Signal) મહત્વનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે ઉનાળામાં રસ્તે જતા વાહનચાલકો ડીહાઇડ્રેશનને કારણે પડી જવાના કિસ્સાઓમાં સામે આવતા આ નિર્ણય લેવાની વિચારણા કરવામા આવી હતી. હવે અમલીકરણ કરાશે કેમ તે મહત્વનુ છે. ટ્રાફિક નિયમનની કડક અમલવારીની વચ્ચે ટ્રાફિક પોલીસે માનવતાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી વાહન ચાલકોને ઉનાળાની (Ahmedabad Temperature) કાતીલ તડકાથી રક્ષણ મળશે.