અમદાવાદ: જો તમે ખુલ્લા રસ્તા જોઈને તમારું વાહન ઓવર સ્પીડમાં ચલાવો છો, તો ચેતી જજો(Cautions for Over speeding Vehicle ), કારણ કે ઓવર સ્પીડીંગ કરશો તો તમારા ખિસ્સા ખાલી થઈ જશે. અમદાવાદ શહેરમાં સ્પીડના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. જેથી હવે ટ્રાફિક પોલીસે શહેરનાં(Traffic police Ahmedabad ) અલગ વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરામાં જ સોફ્ટવેર અપડેટ કરીને વાહનોની સ્પીડમાં બ્રેક લાવવાનો( speed brakes in vehicles by software) એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં દંડની રકમ તો વધશે પણ લાયસન્સ પણ રદ્દ કરવામાં આવશે.
2 હજાર દંડથી લઈને લાયસન્સ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી -ત્યારે અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે જેનું કારણ ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું છે. આ સ્પીડને બ્રેક લગાવવા ટ્રાફિક પોલીસે સ્પીડ લિમિટનું જાહેરનામું(Traffic Police Speed Limit Notice ) તો બહાર પાડ્યું પણ ટ્રાફિક સિગ્નલના જંકશન(Junction of traffic signals ) પર CCTVમાં સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કર્યું હતું. જે સ્પીડમાં આવતા વાહન ચાલકોને ઇ ચલણ આપશે. જો વાહન ચાલક SG હાઇવે પર 70થી વધુની સ્પીડમાં ગાડી ચલાવતા CCTVમાં કેદ થયા તો પ્રથમ વખત 2 હજારનો દંડ થશે. બીજી વખત પકડાશે તો 3 હજારનો દંડ મળશે. જો ત્રીજી વખત પકડાયા તો 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કડક કાર્યવાહીને લઈને એક્શન પ્લાન બનાવ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદીઓ ચેતી જજો..! શહેરમાં વાહન પર હીરોગીરી કરનારાઓની હવે ખેર નહીં