ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે અક્ષય તૃતીયાએ જ્વેલર્સની દુકાન બંધ હોવાથી અમદાવાદના વેપારીઓને 200 કરોડ રૂપિયાનો ફટકો - ઓનલાઈન પણ સોના-ચાંદીનું વેચાણ

આજે શુક્રવારે અક્ષય તૃતીયાનો પાવન દિવસ છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આ દિવસે કરવામાં આવતા કોઈ પણ શુભ કાર્ય માટે મુહૂર્ત જોવું પડતું નથી. આ સાથે જ કોઈ પણ શુભ કાર્યનો ક્ષય પણ આ દિવસે નથી થતો. જોકે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષય તૃતીયાનો દિવસ ફિક્કો લાગે છે, જેનું કારણ કોરોનાની વર્તમાન પરિસ્થિતિ છે. જોકે, સામાન્ય દિવસોમાં આ દિવસે મોટી સંખ્યામાં લગ્ન તેમ જ સારા કામ થતા હોય છે, પરંત તે તમામને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.

આજે અક્ષય તૃતીયાએ જ્વેલર્સની દુકાન બંધ હોવાથી અમદાવાદના વેપારીઓને 200 કરોડ રૂપિયાનો ફટકો
આજે અક્ષય તૃતીયાએ જ્વેલર્સની દુકાન બંધ હોવાથી અમદાવાદના વેપારીઓને 200 કરોડ રૂપિયાનો ફટકો

By

Published : May 14, 2021, 2:18 PM IST

  • આજે અક્ષય તૃતીયાને લાગ્યું કોરોનાનું ગ્રહણ
  • લગ્ન સિઝન અને સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી પર કોરોનાનું ગ્રહણ
  • રાજ્યના ઘરેણાના વેપારીઓને 600 કરોડ રૂપિયાનો ફટકો પડશે

અમદાવાદઃ આજે શુક્રવારે અક્ષય તૃતીયાનો પાવન દિવસ છે. સામાન્ય પરિસ્થિતિમાં દર વર્ષે આ દિવસે મોટી સંખ્યામાં લગ્ન સમારોહ અને શુભ કાર્ય થતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અક્ષય તૃતીયાનો દિવસ ફિક્કો લાગી રહ્યો છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આજે કરવામાં આવતા કોઈ પણ શુભકાર્ય માટે મુહૂર્ત જોવું પડતું નથી. કોઈ પણ શુભ કાર્યનો ક્ષય પણ આ દિવસે થતો નથી.

આ પણ વાંચોઃઆજે અક્ષય તૃતિયા- જાણો આ દિવસનું મહત્વ

લગ્ન સિઝન અને સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી પર કોરોનાનું ગ્રહણ

ગયા વર્ષની જેમ આ વખતે પણ કોરોનાને કારણે લૉકડાઉન જેવી પરિસ્થિતિ

એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં કોરોના ભારત અને વિશ્વમાંથી જવાનું નામ લેતો નથી. વળી વધુ ઘાતક નવા મ્યુટન્ટ સાથે કોરોનાથી મૃત્યુદર આ વખતે વધુ ઉંચો છે. કોરોનાના કારણે ગયા વર્ષે દેશભરમાં લૉકડાઉન હતું. જ્યારે આ વર્ષે પણ લૉકડાઉન જેવી જ સ્થિતિ સર્જાઈ હોવાથી લોકો આ દિવસનો લાભ ઉઠાવી શક્યા નથી, પરિણામે અક્ષય તૃતીયાનો દિવસ ફિક્કો લાગે છે. સામાન્ય સંજોગોમાં આ દિવસે વણજોયું મુહૂર્ત હોવાથી લગ્નની સિઝન હોય છે. સાથે-સાથે લોકો ઘરેણાં અને વાહનોની ખરીદી જેવા અનેક શુભ કાર્ય કરતા હોય છે. આ દિવસે રાજ્યમાં 600 કરોડ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાંના બજાર પર ગ્રહણ લાગ્યું છે તો અમદાવાદમાં પણ જ્વેલર્સની દુકાન બંધ હોવાથી સોના-ચાંદીના 200 કરોડ રૂપિયાના વેપાર ઉપર માઠી અસર થઈ છે.

આ પણ વાંચોઃઅક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામ જયંતિએ સર્જાશે ધન યોગ


હાલમાં સોનાનો ભાવ 49 હજાર રૂપિયાની આસપાસ

કેટલાક વેપારીઓ ઓનલાઈન પણ સોના-ચાંદીનું વેચાણ કરતા હોય છે. અત્યારે સોનાનો 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ ભાવ 49,000 રૂપિયાની આસપાસ છે. આ ઉપરાંત કોરોનાના કારણે માર્કેટ ડાઉન છે. જવેલર્સની દુકાનો બંધ છે તો લોકો પણ હવે આરોગ્ય સંબંધી સુવિધાઓમાં રોકાણ વધારી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details