અમદાવાદઃ લોકડાઉનના અંદાજે એક માસ બાદ સરકાર દ્વારા લોકોને રાહત મળે તે રીતે આંશિક છૂટછાટ આપવામાં આવી છે. શરતી છૂટ સાથે નાની દુકાનોને ખુલ્લી રાખવા સરકારે જાહેરાત કરી છે. જ્યાં દુકાનો ખુલી રાખવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યાં દુકાનદારો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે દુકાન ખુલ્લી રાખી શકશે.
અમદાવાદ: લોકડાઉનમાં શરતી છૂટ સાથે દુકાનો ખોલવાની મંજૂરી - Union Home Ministry
લોકડાઉનના અંદાજે એક માસ બાદ સરકાર દ્વારા લોકોને રાહત મળે તે રીતે આંશિક છૂટછાટ આપવામાં આવી છે. શરતી છૂટ સાથે નાની દુકાનોને ખુલ્લી રાખવા સરકારે જાહેરાત કરી છે. જ્યાં દુકાનો ખુલી રાખવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યાં દુકાનદારો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે દુકાન ખુલ્લી રાખી શકશે.
![અમદાવાદ: લોકડાઉનમાં શરતી છૂટ સાથે દુકાનો ખોલવાની મંજૂરી etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6933686-thumbnail-3x2-amdavadaa.jpg)
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં શરતો સાથે દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેમા હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં વેપારીઓ દુકાન ખોલી શકશે. પરંતુ લોકડાઉન યથાવત જ રહેશે અને લોકોએ સોશિયલ ડિસ્ટરન્સ અને ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે.
તેમજ દુકાનદારો દુકાનોમાં 50 ટકા સ્ટાફ સાથે જ દુકાન ખુલ્લી રાખી શકશે. ત્યારે આ તમામ બાબતોનું પાલન સાથે શહેરમાં કેટલીક દુકાનો ખુલી છે જ્યારે કેટલીક દુકાનો હજી બંધ છે. શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ પણ હજુ બંધ રાખવામાં આવ્યા છે. દુકાનો ખુલતા શહેરમાં લોકોની અવરજવર વધી છે.