ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોળકામાં 40 તોલા સોનાના ઘરેણાની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ - સોનાના ઘરેણા

કોરોના કાળમાં લોકોની રોજગારી છીનવાઇ જતા લોકો ગેરકાયદેરસ પ્રવૃતિ તરફ વળ્યા છે. જે કારણે ચોરી, લૂંટ, સટ્ટો જૂગાર અને હત્યા જેવી ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં પણ ચોરીની ઘટના વધી રહી છે. ત્યારે ધોળકામાં ધોળા દિવસે 40 તોલા સોનાના ઘરેણા ભરેલી પેટીની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે.

gold jewelery box in Dholka
gold jewelery box in Dholka

By

Published : Oct 21, 2020, 11:11 PM IST

  • ધોળકામાં ધોળા દિવસે40 તોલાસોનાના ઘરેણા ભરેલી પેટીની થઇ ચોરી
  • કલીકુંડ - પુલેન સર્કલ એક્ટીવા પર આવેલ વચ્ચે આવેલ એચપી પેટ્રોલ પંપ પર બની ઘટના
  • એક્ટીવા પર આવેલ ત્રણ શખ્સો પૈકી એક શખ્સે કારમાંથી ઘરેણાની પેટીની ઉઠાંતરી કરી

અમદાવાદ : જિલ્લાના ધોળકામાં બુધવારના રોજ કલીકુંડ -પુલેન સર્કલ વચ્ચે આવેલા HP પેટ્રોલ પંપ પર મનીષ કુમાર વાઘેલા ડીઝલ ભરાવવા ઉભા રહ્યા હતા. ત્યારે તેમને કારનું ટાયર પંચર હોવાથી કારને સાઇડમાં રોકી પંચર થયેલા ટાયરને ખોલી સ્પેર વ્હીલ બદલવાની કામગીરી હાથ કરી રહ્યા હતા.

એક્ટિવા પર આવ્યા હતા 3 શખ્સો

જે દરમિયાન મનીષકુમાર પેટ્રોલ પંપ પર સ્પેર વ્હીલ બદલવાની કામગીરીમાં વ્યસ્ત હતા. જે અરસામાં એક લાલ કલરની એક્ટિવા લઇ 3 શખ્સો ચડ્યા હતા. જેમાંથી એક શખ્સે દરવાજો ખોલી કારના આગળના ભાગે રાખેલા 40 તોલા સોનાના ઘરેણાની પેટી લઈ પલાયન થઈ ગયો હતો.

ધોળકામાં ધોળા દિવસે 0.4 કિલોના સોનાના ઘરેણા ભરેલી પેટીની ચોરી

ચાલીસ તોલા સોનાના ઘરેણાની પેટીની ઉઠાંતરી

સ્પેર વ્હીલ બદલવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ મનિષકુમાર કારમાં બેસતા સમયે તેમને માલુમ પડ્યું કે, કારના આગળના ભાગે રાખેલી ચાલીસ તોલા સોનાના ઘરેણાની પેટી ગાયબ હતી. જે કારણે તેમના હોશ ઉડી ગયા હતા. આ મામલે તેમને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ધોળકા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ

સમગ્ર ચોરીની ઘટના અંગે મનિષકુમારે તાકીદે ધોળકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મનીષકુમાર વાઘેલાએ ફરિયાદ નોંધાવતા ધોળકા પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details