અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામ પર ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી એમ.એમ.પઠાણે જણાવ્યું કે, ધોરણ-10 નું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. 74.66 ટકા સાથે સુરત શહેર પ્રથમ ક્રમે છે. ગત વર્ષે ધોરણ 10 નું પરિણામ 66.97 ટકા હતું, વર્ષે 6 ટકા પરિણામ ઓછું આવ્યું છે. વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લો બન્યું છે જ્યાં પરિણામ 94.78 ટકા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે, જ્યાં 47.47 ટકા રિઝલ્ટ છે. 100 ટકા પરિણામ ધવરાવતી શાળાઓ 291 છે. તો 30 ટકા ઓછું પરિણામ ધરાવતી શાળા 1839 ટકા છે. ગત વર્ષે 995 શાળાઓ હતી, આ વખતે 50 ટકા શાળાઓનો તેમાં વધારો થયો છે.
અમદાવાદઃ શહેરમાં ધોરણ 10નું ઝળહળતું આવ્યું પરિણામ - એસએસસી બોર્ડ પરિણામ 2020
75 દિવસના લોકડાઉન બાદ આખરે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ હાલ માર્કશીટ કે અન્ય સર્ટિફિકેટ મળશે નહીં, તેના માટેની તારીખ આગામી સમયમાં શિક્ષણ વિભાગ જાહેર કરશે. અંદાજે 10.80 વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી. ગત વર્ષે ધોરણ 10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતું.
ઉલ્લેખનીય છે કે, પરિણામ આવ્યાં બાદ વિદ્યાર્થીઓનું કહેવુ છે અંગ્રેજી અને ગણિતનું પેપર બહુ જ અઘરુ હતું, જેથી મોટાભાગના વિદ્યાર્થીઓને આ વિષયોમાં માર પડ્યો છે. જેની અસર પરિણામ પર દેખાઈ રહી છે.
લાંબી રાહ જોયા બાદ આખરે પરિણામ આવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશી છવાઈ હતી. રાજ્યભરમાંથી ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાઇ હતી. અમદાવાદમાં ધો-10ની 1,17,177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ અમદાવાદમાં 39 કેદીઓએ જેલમાંથી એક્ઝામ આપી હતી.