અમદાવાદઃ કોરોના થયેલા દર્દીના સગાઓ વારંવાર બહાર નીકળતા હોવાથી તેને અટકાવવા પોલીસની મદદ લેવા જતાં મહિલાને પોલીસ કંટ્રોલરૂમનો કડવો અનુભવ થયો છે. પોલીસ કંટ્રોલ રૂમમાં પોલીસ કર્મીએ મહિલા સાથે અસભ્ય વર્તન કરતા પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરનારી મહિલા સાથે પોલીસકર્મીએ ઊંચા અવાજમાં વાત કરી ખખડાવી દીધી હતી. એક તરફ શહેર પોલીસ કમિશ્નર દ્વારા 100 નંબર પર ફોન કરવાથી પ્રજાને મદદ મળશે તેવી વાતો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પોલીસ કંન્ટ્રોલ રૂમની મદદ માગવા ફોન કર્યો ત્યારે પોલીસ અધિકારીએ મહિલા સાથે અભદ્ર ભાષામાં વાત કરીને તુચ્છ વ્યવહાર કર્યો છે.
અમદાવાદ શહેર CP, 100 નંબરમાં ફોન કરો પોલીસ કરશે મદદ, મહિલાને થયો પોલીસ કંટ્રોલરૂમનો કડવો અનુભવ - latest news of corona virus
અમદાવાદમાં કોરોનાના કહેરથી એક તરફ લોકો પીડાઈ રહ્યા છે, બીજી તરફ શહેરની એક જાગૃત મહિલાએ પોલીસ કંટ્રોલરૂમમાં કોરોના પોઝિટિવ વ્યક્તિ દ્વારા હેરાનગતિ અને પરેશાન કરાતી હોવાની આપબીતી માટે પોલીસ કંટ્રોલમાં મેસેજ કર્યો હતો. આ સમયે શહેર કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ જવાને મહિલા સાથે અભદ્ર ભર્યું વર્તન કર્યું હતું.
અમદાવાદ શહેર CP, 100 નંબરમાં ફોન કરો પોલીસ કરશે મદદ
જોકે વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ ઓડિયો ક્લિપ મામલે પોલીસ કંટ્રોલ રૂમના DCP વિજય પટેલ તેમના અધિકારીને બચાવી રહ્યા હોય તેમ અજાણ હોવાનો ડોળ કરી રહ્યા હોવાની ચર્ચા પણ લોકમુખે ચાલી રહી છે.