અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે અમદાવાદ અને સૂરત શહેરના અમુક કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યાં છે. આ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારના સુપરવિઝન માટે CID ક્રાઈમના એડિશનલ એડીજી ડો સમશેર સિંઘને અમદાવાદના CP આશિષ ભાટિયાની મદદ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ: CIDના ADGને સોંપાઈ કોટ વિસ્તારમાં સુપરવિઝનની કામગીરી - ADG Samshir singh
અમદાવાદ શહેરમાં કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યાં છે. આ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારના સુપરવિઝન માટે CID ક્રાઈમના એડિશનલ એડીજી ડો સમશેર સિંઘને અમદાવાદના CP આશિષ ભાટિયાની મદદ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
![અમદાવાદ: CIDના ADGને સોંપાઈ કોટ વિસ્તારમાં સુપરવિઝનની કામગીરી અમદાવાદ: CIDના ADGને સોંપાઈ કોટ વિસ્તારમાં સુપરવિઝનની કામગીરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6827580-thumbnail-3x2-adg-supervision-7208977.jpg)
અમદાવાદ: CIDના ADGને સોંપાઈ કોટ વિસ્તારમાં સુપરવિઝનની કામગીરી
આ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોની સંપૂર્ણ સુપરવિઝનની જવાબદારી પણ તેમની જ રહેશે. કોટ વિસ્તારમાં બપોરે મહિલાઓને શાકભાજી અને જીવન જરૂરિયાત ચીજવસ્તુ લેવાની જે છૂટ આપવામાં આવી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો અટકાવવામાં આવે અને અન્ય કામગીરી યોગ્ય રીતે જણાવ્યાં તેમાં માટે ખાસ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.