અમદાવાદઃ કોરોનાજંગ જીતનારી પ્રથમ દર્દી સુમિતિ સિંઘ પ્લાઝ્મા ડોનર બની - અમદાવાદ કોરોના
કોરોનાના કેસ અનેે તેના મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે કોરોનાના દર્દીઓ સાજા પણ થઇ રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાને માત આપનારી સુમિતિ સિંઘે હવે પ્લાઝમા ડોનેટ કર્યા છે. આ પહેલાં સ્મૃતિ ઠક્કરે તેના પ્લાઝમા ડોનેટ કર્યાં હતાં. હવે સુમિતિ સિંઘે પણ પ્લાઝમા ડોનેટ કર્યા છે.
![અમદાવાદઃ કોરોનાજંગ જીતનારી પ્રથમ દર્દી સુમિતિ સિંઘ પ્લાઝ્મા ડોનર બની અમદાવાદઃ કોરોનાજંગ જીતનાર પ્રથમ દર્દી સુમિતિ સિંઘ પ્લાઝ્મા ડોનર બની](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6896375-thumbnail-3x2-plasma-7207084.jpg)
અમદાવાદઃ માત્ર દેશ જ નહીં પરંતુ આખી દુનિયા વર્તમાન સમયે કોરાના નામની મહામારીથી ભયભીત છે. ગુજરાતમાં પણ રોજ કોરોનાના કેસ અનેે તેના કારણે થઇ રહેલા મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે કોરોનાના દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને માત આપનારી સુમિતિ સિંઘે હવે તેમના પ્લાઝમા ડોનેટ કર્યા છે. આ પહેલાં સ્મૃતિ ઠક્કરે તેના પ્લાઝમા ડોનેટ કર્યા હતા. હવે સુમિતિ સિંઘે પણ પ્લાઝમા ડોનેટ કર્યા છે. સુમિતિ સિંઘે સોશિયલ મીડિયા પર પ્લાઝમા ડોનેટના અનુભવો અને તેની પ્રક્રિયા વર્ણવી હતી.