ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ સોમવારથી લોકલ રૂટ પર એસટી બસ દોડશે

લોકડાઉન દરમિયાન જાહેર પરિવહન અંતર્ગત એસટી નિગમની બસો બંધ રહી હતી. તેનો ઉપયોગ ફક્ત પ્રવાસી મજૂરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે થતો હતો. ત્યારે જૂન મહિનામાં ગુજરાત સરકાર દ્વારા અનલોક-1 જાહેર કરવામાં આવ્યું, ત્યારથી મર્યાદિત માત્રામાં એસટી રુટ ઉપર બસો દોડતી હતી.

અમદાવાદમાં સોમવારથી લોકલ રૂટ પર એસટી બસ દોડશે
અમદાવાદમાં સોમવારથી લોકલ રૂટ પર એસટી બસ દોડશે

By

Published : Sep 5, 2020, 3:57 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસને લઈને બહાર પડાયેલી ગાઇડલાઇન મુજબ બસો એસટી નિગમ દ્વારા બસો દોડાવવામાં આવતી હતી. આ બસો સવારથી લઇને સાંજ સુધી નિયત સમયમર્યાદામાં ચાલતી હતી. પરંતુ હવે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પણ બસો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના સમયે પણ આ બસો દોડશે. ગ્રામીણ વ્યક્તિઓની માગને ધ્યાનમાં રાખીને સોમવારથી લોકલ બસો શરૂ થશે. જેથી નાગરિકોની સવલતો જાળવી શકાશે.

અમદાવાદમાં સોમવારથી લોકલ રૂટ પર એસટી બસ દોડશે
અત્યારે એસટી નિગમની 21,000 ટ્રીપ કાર્યરત હતી. તેમાં હવે 11 હજાર ટ્રીપનો વધારો થશે. એટલે કે કુલ 32 હજાર ટ્રીપ એસટી નિગમ દ્વારા હાથ ધરવામાં આવશે. કોરોના વાયરસને લઈને તમામ નિયમ પ્રવાસીઓએ પાળવાના રહેશે. કંડકટર થર્મલ ગનથી પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરશે.
અમદાવાદમાં સોમવારથી લોકલ રૂટ પર એસટી બસ દોડશે

ABOUT THE AUTHOR

...view details