ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Sports Complex : અમદાવાદ શહેરની વિશ્વમાં અલગ થશે ઓળખ.. - અમદાવાદ સ્પોર્ટ્સ સિટી

અમદાવાદ હેરિટેજ સિટી, સ્માર્ટ સિટી અને હવે સ્પોર્ટ્સ સિટી તરીકે (Ahmedabad Sports Complex) પણ દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરવા જઈ રહ્યું છે. વિકાસની જાણે એક નવી લકીર ખીચી હોય તેવા (Sport Hub of Gujarat) દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે.

Ahmedabad Sports Complex : અમદાવાદ શહેરની વિશ્વમાં અલગ થશે ઓળખ..
Ahmedabad Sports Complex : અમદાવાદ શહેરની વિશ્વમાં અલગ થશે ઓળખ..

By

Published : May 27, 2022, 1:24 PM IST

અમદાવાદ : અમદાવાદ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ (Sport Hub of Gujarat) બાદ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Ahmedabad Sports Complex) નારણપુરામાં બનવા જઈ રહ્યું છે. જેનું ભૂમિ પૂજન ભારતના ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ, સાબરમતી રિવરફ્રન્ટ બાદ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના મેયર દ્વારા ભારતના ખેલકુદ પ્રધાન અનુરાગ ઠાકુરને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ

આ પણ વાંચો :Sports Complex in Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ માટે હજી કેટલી રાહ જોવી પડશે?

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ખાસિયત - સ્ટેન્ડીગ કમિતિના ચેરમેન વધુમાં જણાવ્યું હતું કે, ના રાણપુરમાં નવું તૈયાર થઈ રહેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અંદાજિત 631 કરોડના ખર્ચે અને 1.15 લાખ ચો.મીટરમાં તૈયાર કરવામાં આવશે. જેમાં અલગ અલગ 7 પ્રકારની (Sports Training in Ahmedabad) રમત રમી શકશે. આ ઉપરાંત એક સાથે 300 રહી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં એક્વેટિક સ્ટેડિયમ, ઇન્ડોર ગેમ,કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, 6 ટેનિસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતના મેદાન પણ હશે.

આ પણ વાંચો :અમદાવાદમાં ટૂંક સમયમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ મુકાશે ખુલ્લું

નરેન્દ્ર મોદીની નજર હેઠળ તૈયાર થશે - વધુમાં જણાવ્યું હતું કે, આ સ્ટેડિયમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર હેઠળ તૈયાર કરવામાં આવશે. આ સ્ટેડિયમ નવી ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવશે. સ્ટેડિયમના નિર્માણમાં જે વૃક્ષો નડતર રૂપ હતા. તેવા 50 વૃક્ષોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજા વૃક્ષ ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સ્ટેડિયમનું ખાતમુહૂર્ત દરમિયાન અમિત શાહની સાથે સાથે ભારતના ખેલકુદ પ્રધાન અનુરાગ ઠાકુરને (Sardar Patel Sports Complex) આમંત્રણ આપવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details