ગુજરાત

gujarat

ETV Bharat / city

દુષ્કર્મ પીડિતાના આરોપીને શોધવા બાળકનો DNA સેમ્પલ FSLમાં મોકલાયો - Ahmedabad crime news

ગાંધીનગરમાં માનસિક બિમાર 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને બાળકનો જન્મ થયા બાદ દુષ્કર્મનો આરોપી કોણ છે, તે તપાસ કરવા માટે અમદાવાદ સ્પેશ્યિલ પોક્સો કોર્ટે પોલીસને બાળકના DNA સેમ્પલની મદદ લેવાનો આદેશ કર્યો હતો.

Gandhinagar
ગાંધીનગર

By

Published : Sep 25, 2020, 12:49 PM IST

અમદાવાદ : ગાંધીનગરમાં માનસિક બિમાર 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને બાળકનો જન્મ થયા બાદ દુષ્કર્મનો આરોપી કોણ છે તે તપાસ કરવા માટે અમદાવાદ સ્પેશ્યિલ પોક્સો કોર્ટે ગાંધીનગર પોલીસને આ મુદ્દે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં અન્ય કોઈ સાક્ષી પણ ન હોવાથી આરોપી કોણ છે તે જાણવા માટે પોલીસને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્ટે દુષ્કર્મથી જન્મેલા બાળકનો DNA સેમ્પલ FSL મોકલવાનો આદેશ કર્યો હતો. કોર્ટે અગાઉ આ કેસમાં માનસિક બીમાર પીડિતાને રાજકોટ રેલવે કમિટી દ્વારા શેલ્ટર હોમમાં મોકલવામાં આવી હતી.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, માનસિક રૂપે બીમાર યુવતીની તબિયત બગડતાં તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પિતાને તે સાત મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ બાદ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details