અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાવાયરસનો બોમ્બ શરૂઆતમાં ફૂટ્યો હતો જેના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. લૉક ડાઉન દરમિયાન ફ્રન્ટલાઈન પર રહીને લોકોની સેવામાં કાર્યરત એવા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ હતાં. ઇટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહ એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે લૉક ડાઉન નાખવામાં આવ્યાં બાદ સતત લોકોને અવેરનેસ માટે જમાલપુર સહિત વિસ્તારોમાં ફરતાં હતાં, ઈમરાન ખેડાવાલા કન્ટેન્મેન્ટ ઝોનમાં જઈ લોકોને સમજાવતાં હતાં. મેડિકલ ટીમને સાથે રાખી સતત લોકોના ટેસ્ટ કરાવતાં હતાં. પરંતુ તેમને લોકોને અમલ કરવા માટે થઈ કોરોના વાયરસ નો રિપોર્ટ પણ કરાવ્યો જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ બે મિનિટ માટે ભયભીત થઈ ગયાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહંરા દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને સાંભળીને બે મિનિટ માટે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ સ્તબ્ધ થઈ ગયાં હતાં.
અમદાવાદ - કોરોના વાઇરસને પરાસ્ત કરનાર ઇમરાન ખેડાવાલા સાથે ખાસ વાતચીત ત્યારબાદ કોરોનાવાયરસ સામે જંગ લડવાનું નિશ્ચિત કર્યું અને કોરોના સામે જંગ જીતવા સંકલ્પ સાથે કોરોના વાયરસને પરાસ્ત કરી પરત આવવાનો નિર્ણય કર્યો હતો. સંયુક્ત પરિવારમાં રહી રહેલાં ઈમરાન ખેડાવાલાએ પરિવારને જાણ કરી કે તેઓ કોરોના સંક્રમિત છે. જેને લઇ પરિવારના પગ નીચેથી પણ જમીન હતી તે સરકી ગઈ હતી અને પરિવારમાં પણ દુઃખનો માહોલ છવાઇ ગયો હતો. પરંતુ ઈમરાન ખેડાવાલા ખૂબ જ હિંમત ધરાવતાં હતાં જેને લઇ પરિવારને પણ કહ્યું કે મને કોઈ મોટો રોગ નથી થયો માત્ર નામનો નાનકડો ચેપ લાગ્યો છે. જેને હરાવી વહેલી તકે હું ઘરે પરત ફરીશ. જેમાં કહેવાયને કે હિંમતે મર્દા તો મદદે ખુદા. હિંમત ધરાવતા ઈમરાન ખેડાવાલા લોકોને કોરોનાથી ભયભીત ન થવા માટેનો એક જ સંદેશો આપી સારવાર માટે અમદાવાદ સ્થિત એસવીપી હોસ્પિટલમાં દાખલ થયાં હતાં.ઈમરાન ખેડાવાલાને આશરે પંદર દિવસની એસીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અનેક એવા અનુભવ થયાં હતાં જેમાં તેઓને દાખલ કર્યા બાદ લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યું તે રિપોર્ટ પણ પોઝિટિવ આવતાંં થોડી શંકા પણ ઊભી થઈ હતી કે કોઈ પણ પ્રકારનાં લક્ષણ ન હોવા છતાં પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે જેને લઇ તેઓ રીપોર્ટ જોવા માટે સોલ્યુશન બોર્ડના ડોક્ટરને રિપોર્ટ દેખાડવા માટે અનુરોધ કર્યો હતો પરંતુ હોસ્પિટલના નિયમો પ્રમાણે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ સાંભળી વધારે માનસિકતા ખરાબ થતી હોવાના કારણે હોસ્પિટલ તંત્ર કોઈ પણ બાબતનો રિપોર્ટ બતાવતાં ન હતાં. પરંતુ ગમે તે થાય રિપોર્ટ તો જોવો છે તેવું ઇમરાન ખેડાવાળા દ્વારા ડૉક્ટરોને કહેવામાં આવ્યું હતું જેને લઇ ડોક્ટરોએ ઉચ્ચ ડોક્ટરોની ટીમને જાણ કરી હતી અને ત્યારબાદ આર્મી સહિત ઉચ્ચ ડોકટરોની ટીમે રિપોર્ટ બતાવવા માટે મંજૂરી આપી હતી. જે જોયા બાદ બે મિનિટ માટે ઈમરાન ખેડાવાલાને એવું થયું કે હોસ્પિટલમાં બેસાડી રાખવાનો કોઈ અર્થ નથી ને. જોકે ડોક્ટરોની ટીમે તેમને આ બાબતે સમજાવ્યાં અને કહ્યું કે આપની તબિયત સારી છે હવે રિપોર્ટ નેગેટિવ આવશે અને ત્યારબાદ તમને ડિસ્ચાર્જ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. તે સમયે હોસ્પિટલમાં તથા ઉચ્ચતર ડોક્ટરોની ટીમ નર્સ અને એસીબીના સ્ટાફ દ્વારા તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. પરંતુ પરિવારને જાણ થતાં ઈમરાન ખેડાવાલાા સાથે જોડાયેલાં તમામ લોકો સ્વાગત માટે તૈયાર થઈ ગયાં હતાં. આ બાબતે ETVBharat સાથેની વાતચીત દરમિયાન ઈમરાન ખેડાવાલા ભાવૂક થઈ ગયાં હતાં અને તેમની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં કારણ એક જ હતું કે લોકોની લાગણી અને પ્રાર્થના તેમના માટે ખૂબ જ હતી એટલે તેઓ સાજા થઈ પરત ફર્યા હતાં. તેમણે જણાવ્યું કે કદાચ એ ક્ષણ શબ્દોમાં લખી ન શકાય તેવી હતી. જોકે ડિસ્ચાર્જ બાદ ઘરમાં વધુ ૧૪ દિવસ રહેવું પડશે એવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવતા પ્રજાની વચ્ચે અને સતત કાર્યરત રહેનાર ધારાસભ્ય હોવાથી ક્વોરન્ટાઇન રહેવું ન હતું પરંતુ પરિસ્થિતિ અને લોકોમાં સાચો સંદેશ આપવા માટે થઇ તેઓ વધુ 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહ્યાં હતાં.જેઓે કોરોના સામે હજી પણ બેદરકારી દાખવી રહ્યાં છે જેને લઇને ઈમરાન ખેડાવાલાએ લોકોને અપીલ કરી છે કે કોરોના વાયરસના કેસ જે રીતે દિવસે દિવસે વધી રહ્યાં છે અને જેને લઇ લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. બિનજરૂરી રીતે બહાર ન નીકળી સાથે જ કોરોનાથી બચવા માટે તમામ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ.