પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે અમે તમને એક એવા શિવમંદિરથી રૂબરૂ કરાવીશું જે પ્રસિદ્ધ અને રહસ્યોથી ભરેલું છે. પવિત્ર શ્રાવણ માસમાં આ મંદિરમાં નિયમિત મોટી સંખ્યામાં શિવભકતો પુજન-અર્ચન તથા રૂદ્રી પૂજા અને થાળ સહિતના ધર્મમય કાર્યક્રમોમાં જોડાય છે અને સોમવાર તથા સાતમ-આઠમ-નોમ અને તેરસ-ચૌદસ અને અમાસના રોજ ઘીની મહાપુજાના અલભ્ય દર્શન યોજવામાં આવે છે.
1000 વર્ષ જૂનું છે અમદાવાદનું સોમનાથ મહાદેવનું મંદિર જાણો ઇતિહાસ...
અમદાવાદ: શ્રાવણ મહિનામાં ખાસ પ્રકારે શિવજીની પૂજા-અર્ચનાનો મહિમા રહેલો હોય છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમની વિશિષ્ટ આરાધના કરવામાં આવે છે. ભગવાન શિવને ભોલાનાથ અથવા વિનાશક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભોલાનાથ તેના ભક્તો ઉપર જલદી કૃપા વરસાવે છે અને ક્રોધ પણ એટલો જ જલ્દીથી આવતો હોય રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે.
Ahmedabad
મંદિરના સર્વાંગી વિકાસ માટે મંદિરના પુજારી શંભુગર મહારાજ સાથે ટ્રસ્ટીઓ અને શિવભકતો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવે છે. આ છે જુના શાહવાડી વિસ્તારમાં આવેલું સોમનાથ મહાદેવ. આ મંદિર 1000 વર્ષ જૂનું છે.