અમદાવાદઃ એક તરફ ગુજરાત હાઇકોર્ટ જ્યારે સુઓમોટો અરજીના આધારે કોરોના વાઇરસની કામગીરીના સંદર્ભમાં ગુજરાત સરકારને લપડાક લગાવતા જણાવ્યું છે કે કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત એવા અમદાવાદમાં સૌથી વધું મોત સિવિલ હોસ્પિટલમાં થયા છે, તેમ છતા તેની મુલાકાત રાજ્યના આરોગ્યપ્રધાને લીધી નથી. ત્યારે આવા સમયે ગુજરાતના ભુતપુર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન એનસીપીના ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલની મુલાકાત લેતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે.
અમદાવાદઃ શંકરસિંહ વાઘેલાએ સિવિલ અને SVP હોસ્પિટલની મુલાકાત લીધી
એક તરફ ગુજરાત હાઇકોર્ટ જ્યારે સુઓમોટો અરજીના આધારે કોરોના વાઇરસની કામગીરીના સંદર્ભમાં ગુજરાત સરકારને લપડાક લગાવતા જણાવ્યું છે કે કોરોના વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત એવા અમદાવાદમાં સૌથી વધું મોત સિવિલ હોસ્પિટલમાં થયા છે, તેમ છતા તેની મુલાકાત રાજ્યના આરોગ્યપ્રધાને લીધી નથી. ત્યારે આવા સમયે ગુજરાતના ભુતપુર્વ મુખ્યપ્રધાન અને વર્તમાન એનસીપીના ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલની મુલાકાત લેતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે.
શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં કોરોનાનો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ દર્દીઓના સગાવહાલા, કોરોના વોરિયર્સ તરીકે દેશના સૈનિકોની તેમજ સતત સેવાઓ આપનાર ડોક્ટર્સ, જુનિયર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય અને વર્ગ-4ના કર્મચારીઓને મળી તેમની સેવાઓને બિરદાવી હતી અને તેમના પ્રશ્નોને સમજ્યા હતા. તેમજ જરૂરી સૂચનો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની હૈયાધારણા આપી હતી.
આજ રીતે 1 થી 4 લોકડાઉન દરમિયાન ખડેપગે સેવાઓ આપનારા પોલીસ વિભાગના જવાનોને મળી અભિનંદન આપ્યા હતા, તેમજ સેવાઓ આપનારા સમગ્ર પોલીસ બેડાનો આભાર વ્યકત કર્યો હતો. શંકરસિંહ વાઘેલાએ ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.