અમદાવાદ : સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન (Science City Visitors) મુલાકાતીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક આંકડો જોવા મળ્યો છે. આ વર્ષે (2022) માત્ર મે મહિનામાં 1.39 લાખ મુલાકાતીઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. 20 વર્ષ પહેલા સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની આ સૌથી વધુ મુલાકાતીઓની માસિક સંખ્યા નોંધાઈ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં ખુલ્લી મુકાયેલી એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક (Ahmedabad Science City Visitors) મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
સાયન્સ સીટીમાં વિશેષતા - સાયન્સ સીટી ખાતેની એક્વેટિક ગેલેરી અત્યાધુનિક સિસ્ટમથી (Science City Visitors 2022) સજ્જ છે, જે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે આ એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તેમજ 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ પણ તૈયાર કરવામાં આવી છે. અહીં, 188 પ્રજાતિની 11,600 થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાય છે. ગેલેરીમાં ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન ઓફ ધ વર્લ્ડ સહિતના 10 અલગ-અલગ ઝોનની જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર પણ છે.
સાયન્સ સિટીને વેકેશન ફળ્યું આ પણ વાંચો :National Children Science: સાયન્સ સીટીમાં 29મી નેશનલ સાયન્સ કૉંગ્રેસ કોન્ફરન્સ
રોબોટિક ગેલેરી -આ ઉપરાંત સાયન્સ સિટી ખાતે 11,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 79 પ્રકારના 200 થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ સહિતના ક્ષેત્રે તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. અહીંના, રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર દ્વારા પીરસવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ, 16 રોબો ગાઈડ અહીં (Science City Gujarat) આવતા મુલાકાતીઓને ગાઈડ પણ કરે છે.
આ પણ વાંચો :International Lions Club: 32 વર્ષ બાદ કોઈ ચિત્ર પ્રથમવાર ભારત તરફથી શિકાગોમાં ફાઇનલ માટે પસંદગી
નેચર પાર્ક -સાયન્સ સીટીનું ત્રીજું આકર્ષણ નેચર પાર્ક છે જે 20 એકરમાં પથરાયેલું આ નેચર પાર્કમાં (Science City Tour) 380થી વધુ સ્પીસીસ જોવા મળે છે. અહીં, મિસ્ટર બામ્બૂ ટનલ, ઓક્સિજન પાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ, અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે. જેમ કે મેમથ, ટેલર બર્ડ, સેબર ટુથ લાયન, ગ્રાઉન્ડેડ સ્લોથ બેર, ઉધઈના રાફડા અને મધપુડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે. આ મુલાકાતને યાદગાર (Science City Nature Park) બનાવવા માટે સેલ્ફી કોર્નર પણ છે.