અમદાવાદઃ સરખેજની કેળવણી પ્રાથમિક શાળાએ બાળકોની ફીમાં વર્ષના અંતે 700 રૂપિયાનો વધારો (Sarkhej Kelavani Primary School increased Fees) કર્યો હતો. ત્યારે વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો. વધારાની ફીના આપનારા વાલીના એલસી અને રિઝલ્ટ અટકાવાયા હતા. તેના કારણે વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો. વાલીઓના હોબાળા (Parents Quarrel in Kelvani Primary School) બાદ પણ સ્કૂલે પોતાનો નિર્ણય બદલ્યો (Arbitrariness of Sarkhej school) નહોતો. આ સાથે જ અમદાવાદમાં ફરી એક વાર (Ahmedabad School Fee Controversy) કોઈ શાળા ફી વધારા અંગે વિવાદમાં આવી છે.
સરખેજની સ્કૂલની દાદાગીરી સામે વાલીઓનો વિરોધ આ પણ વાંચો-Isudan Gadhvi Statement : ખાનગી સ્કૂલો પાંચ ટકા ફી વધારો પાછો નહીં ખેંચે તો અમે રોડ પર આંદોલન કરીશું
શાળાએ હાથથી લખેલા લખાણથી ફી વધારાની કરી જાણ -
સરખેજની સ્કૂલની દાદાગીરી સામે વાલીઓનો વિરોધ-સરખેજ સાર્વજનિક શાળા (Sarkhej Public School) હેઠળની કેળવણી પ્રાથમિક શાળામાં ભણતા વાલીઓને ગયા મહિને સ્કૂલ દ્વારા હાથથી લખેલા લખાણ દ્વારા ફીમાં 700 રૂપિયા વધ્યા હોવાનું જણાવ્યું હતું. તેના પગલે વાલીઓએ વર્ષમાં અંતમાં ફી વધતા વધારાની ફી (Sarkhej Kelavani Primary School increased Fees) આપી નહોતી. આજે જ્યારે વાલી સ્કૂલમાં રિઝલ્ટ લેવા ગયા. ત્યારે સ્કૂલે રીઝલ્ટ અને એલ.સી બંને ફી ભર્યા બાદ જ આપવા જણાવ્યું હતું. જેને પગલે વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો (Parents Quarrel in Kelvani Primary School) હતો. તેની સામે સ્કૂલના આચાર્યએ પણ વાલીઓને ફી ભરવા દબાણ કર્યું હતું
આ પણ વાંચો-School Fee Hike : સ્કૂલ સંચાલકો સંપૂર્ણ ફી ઉઘરાવતા હોવાની રાવ સાથે વડોદરા NSUIનો વિરોધ
વાલીઓએ આ અંગે જણાવ્યું હતું કે, ફી ભર્યા છતાં બાળકનું LC રોકી રાખ્યું છે. વધારાની 700 રૂપિયાની ફી નહીં આપીએ ત્યાં સુધી LC નહીં આપે. સ્કૂલના આચાર્ય પણ ધમકી આપી રહ્યા છે. અમે લેખિતમાં ફી વધારો માગી રહ્યા છે, પરંતુ તે આપતા નથી. અમે પૂરી ફી ભરી છે, પરંતુ હવે વધારાના 700 રૂપિયા માગી રહ્યા છે. જોકે, અમે તો ફી પૂરી ભરી દીધી છે.
ફી નહીં ભરે તો આગળના ધોરણમાં પ્રવેશ નહીં -જ્યારે અન્ય વાલીઓએને પણ કહેવામાં આવી રહ્યું છે કે, 700 રૂપિયા નહીં આપો તો આગળના ધોરણમાં પ્રવેશ નહીં આપીએ. આ અંગે સ્કૂલના આચાર્યનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહતો. ત્યારે વાલીઓએ સ્કૂલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ફી વધારો પાછો ખેંચવા માગ કરી હતી. ત્યારે આગામી સમયમાં વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને પણ રજૂઆત કરવામાં આવશે.