અમદાવાદ: ગ્રામ્ય LCBએ ઘરફોડ ચોરી કરતી ગેંગના 7 ઇસમોની ધરપકડ કરી છે. આ આરોપીઓની ધરપકડથી 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા આરોપીઓ અગાઉ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકયા છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી 5 લાખથી વધુનો મુદ્દામાલ અને રિવોલ્વર પણ જપ્ત કરી છે.
આરોપીઓ ગત 2 વર્ષમાં 30થી વધુ ગુનાને અંજામ આપી ચૂકયા છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર શૈલેષ ઉર્ફે શેલો કટારા ઉંમરમાં નાનો છે, પરંતુ ઘરફોડ ચોરી કરવામાં એટલો જ ચાલક છે. જેના કારણે લાંબe સમય સુધી પોલીસ પકડથી દૂર રહ્યો છે.