- Ahmedabad and Rajkot ને મળશે RTO Office New Building
- સીએમ ભૂપેન્દ્ર પટેલ 19 નવેમ્બરે કરશે ખાતમુહૂર્ત
- અમદાવાદ આરટીઓ બનશે ભાડામુક્ત, દર મહિને 11 લાખ રૂપિયાનું ભાડું
- કરોડોના ખર્ચે 5 માળની આરટીઓ ઓફિસ થશે તૈયાર
અમદાવાદ : લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન સર્ટી આ તમામ જરૂરિયાત તમામ સામાન્ય લોકોની હોય જ છે ત્યારે વાહન અને લાયન્સસ સંબંધિત કામ આવે એટલે એક જ નામ યાદ આવે એ છે આરટીઓ ( Ahmedabad rto ). જી હા, અમદાવાદ આરટીઓ હંમેશા એના કામ માટે પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદ આરટીઓની જૂની બિલ્ડીંગ ખૂબ જ જર્જરિત થઈ છે. જેને લઇને વધુ સગવડદાયક ઓફિસના હેતુથી અમદાવાદ આરટીઓ ઓફિસની પોતાની નવી બિલ્ડિંગ ( Ahmedabad New RTO Office ) બનાવવાની તજવીજ શરુ થઈ છે.
5 માળની બિલ્ડીંગમાં એડમિનિસ્ટ્રેશન અને પબ્લિક ડિલિંગ બન્ને અલગ અલગ રહેશે
અમદાવાદ આરટીઓના ( Ahmedabad rto ) અધિકારીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા 19 તારીખે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ( CM Bhupendra Patel ) નવી આરટીઓ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવી બિલ્ડીંગની ( Ahmedabad New RTO Office ) વાત કરવામાં આવે તો આ બિલ્ડિંગ પાંચ માળની રહેશે. જેમાં એડમિનિસ્ટ્રેશન અને પબ્લિક આ બન્ને માટે અલગ અલગ વિંગ બનાવવામાં આવશે. જેથી આરટીઓનું કામકાજ એકદમ સરળ થઈ શકે.
Airport જેવી દેખાશે Ahmedabad New RTO Office
અમદાવાદ આરટીઓના ( Ahmedabad rto ) અધિકારી તરફથી મળેલી માહિતી પ્રમાણે જે આરટીઓ ઓફિસ તૈયાર થશે તે આંતરરાષ્ટ્રીય કક્ષાની હશે. જે બહારથી એરપોર્ટ જેવી જ બનાવવામાં આવશે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ હશે. નવી બિલ્ડિંગ રાજ્ય સરકારની નીતિ મુજબ ફેસલેસ સિસ્ટમથી કાર્યરત કરવામાં આવશે.
કેટલાય વર્ષોથી અમદાવાદ આરટીઓની જૂની બિલ્ડીંગ ખૂબ જ જર્જરિત છે એક નવો ટ્રેક તૈયાર કરવામાં આવશે
અમદાવાદ આરટીઓમાં ( Ahmedabad rto ) નવા લાયસન્સ ( New vehicle license ) મેળવવા માટે ટ્રેકમાં એકથી દોઢ મહિનાનો વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે. ત્યારે નવી આરટીઓ ઓફિસ સાથે એક નવો ટ્રેક પણ તૈયાર કરવામાં આવશે. જૂના ટ્રેકને પણ જાળવી રાખવામાં આવશે અને જરૂર પડશે તો બંને ટ્રેકનો ઉપયોગ કરીને વેઇટિંગ લિસ્ટ ઘટાડવાના મહત્તમ પ્રયત્નો કરવામાં આવશે.
ભાડાની ઓફિસમાં ચાલતી હતી આરટીઓ ઓફિસ
અમદાવાદ કલેકટર ઓફિસની બાજુમાં આવેલી આરટીઓ ઓફિસ ( Ahmedabad rto ) 30 વર્ષ જૂની છે અને ખુબ જ જર્જરીત હાલતમાં પહોંચી ગઇ છે. રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અહેવાલ પ્રમાણે આરટીઓની બિલ્ડીંગ ખૂબ જર્જરિત થતાં તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આરટીઓની બરોબર અડીને રોડ પર આવેલ એક ખાનગી બિલ્ડિંગમાં 10 થી 15 દુકાનો ભાડે લઈને ટેમ્પરરી આરટીઓ શિફ્ટ કરવામાં આવી હતી જેમાં દર મહિને 11 લાખ રૂપિયાનું ભાડું રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતું હતું.
જૂની સ્કીમ પ્રમાણે સોલા ખાતે બનાવવાની હતી નવી આરટીઓ ઓફિસ
વર્ષ 2016માં રાજ્ય સરકારે આરટીઓની નવી ઓફિસ માટે સોલા ખાતે તૈયારીઓ શરૂ કરી હતી. જેથી અમદાવાદ આરટીઓમાં વાહન પાસિંગ માટે આવતા તમામ મોટા વાહનો સીધા હાઈવેથી આરટીઓ આવે. હાઇવે સુધી સરળતાથી પહોંચી શકે. પરંતુ અચાનક જ આ જૂની સ્કીમને સ્થગિત કરીને અમદાવાદ સુભાષ બ્રિજ ખાતે જે આરટીઓ હતી એ જ જગ્યા ઉપર નવી આરટીઓ ( Ahmedabad New RTO Office ) તૈયાર કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું.
40 કરોડના ખર્ચે તૈયાર થશે બિલ્ડીંગ
અમદાવાદની નવી આરટીઓ ઓફિસના ( Ahmedabad New RTO Office ) ખર્ચની વાત કરવામાં આવે તો 40 કરોડના ખર્ચે ઓફિસ તૈયાર કરવામાં આવશે. જે એરપોર્ટની જેમ ટોટલી સેન્ટ્રલ એર કન્ડીશન ઓફિસ હશે. જેમાં 2 ટેસ્ટ ટ્રેક પણ કાર્યરત થશે. જેથી આવનારા સમયમાં અમદાવાદ આરટીઓમાં લાયસન્સ મેળવવા માટે કોઇ પણ પ્રકારનું વેઇટિંગ રહે નહીં. 19મી નવેમ્બરના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નવી ઓફિસ માટેનું ખાતમુહૂર્ત કરશે અને ત્યારબાદ બે વર્ષની અંદર અમદાવાદની નવી ઓફિસ તૈયાર કરવામાં આવશે.
કાર્યક્રમ માટે તમામને આપવામાં આવ્યું આમંત્રણ
19મી નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદની નવી આરટીઓ બિલ્ડિંગનું ( Ahmedabad New RTO Office ) ખાતમુહૂર્ત કરવાના છે ત્યારે અમદાવાદના તમામ ધારાસભ્યોને અને સંબંધિત અધિકારીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે 400 લોકોની મર્યાદામાં આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમ્યાન રાજકોટ આરટીઓની ( Rajkot New RTO Office ) નવી ઓફિસનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે જે વીડિયો કોન્ફરન્સ થકી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ઓનલાઈન એપ્લિકેશન પદ્ધતિથી RTOની કામગીરી બની સરળ અને પારદર્શી
આ પણ વાંચોઃ અમદાવાદ RTO ને પસંદગીના નંબરોથી છેલ્લાં ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક