ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારે કર્યાં આંખ આડા કાન, રાહત પેકેજની માગ સાથે પ્રતીક હડતાળ પાડતાં રિક્ષાચાલકો

ગુજરાતમાં કોરોનાવાયરસની મહામારીને પગલે લૉક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેને લઇ ઘણાં લોકોના રોજગાર નોકરી પર અસર જોવા મળી હતી. કોરોનાને લઇ લૉક ડાઉનમાં ઉભી થયેલી તંગીના કારણે અત્યાર સુધીમાં ત્રણ રિક્ષાચાલકોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે ત્યારે આ અંગે રિક્ષા એસોસિએશન દ્વારા અલગ અલગ માગણીઓને લઈ સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જોકે હજી સુધી સ્વીકારવામાં ન આવતાં આખરે રિક્ષાચાલકોએ એક દિવસની પ્રતીક હડતાળ પાડી છે.

સરકારે કર્યાં આંખ આડા કાન, રાહત પેકેજની માગ સાથે પ્રતીક હડતાળ પાડતાં રિક્ષાચાલકો
સરકારે કર્યાં આંખ આડા કાન, રાહત પેકેજની માગ સાથે પ્રતીક હડતાળ પાડતાં રિક્ષાચાલકો

By

Published : Jul 7, 2020, 2:57 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં આજે રિક્ષાચાલકો દ્વારા એક દિવસની પ્રતીક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળમાં અંદાજે બે લાખ રિક્ષાચાલકો જોડાશે તેવું અશોક પંજાબીનું માનવું છે. રિક્ષાચાલકોના 10 જેટલા સંગઠનો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા કોરોના મહામારીમાં રાહત પેકેજ ન મળતાં રિક્ષાચાલકો દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. રિક્ષાચાલકો દ્વારા ૧૫ હજાર જેટલી રોકડ સહાય માટે રિક્ષાચાલકો મેદાને ઉતર્યા છે.

સરકારે કર્યાં આંખ આડા કાન, રાહત પેકેજની માગ સાથે પ્રતીક હડતાળ પાડતાં રિક્ષાચાલકો
ત્રણ મહિનાના લૉક ડાઉન દરમિયાન એક મહિનાના પાંચ હજાર લેખે પંદર હજાર રૂપિયાની રોકડ મળે તેવી સહાય સાથે જ રિક્ષાચાલકો મેદાને ઉતર્યા છે. રિક્ષાચાલકોના 10 જેટલા સંગઠનોનું સમર્થન હોવાનું જણાવતાં રિક્ષા યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે આજે આ પ્રતીક હડતાલ કરીશું, જોકે શહેરમાં કોરોના મહામારીને ધ્યાને લઇ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 10મી તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
સરકારે કર્યાં આંખ આડા કાન, રાહત પેકેજની માગ સાથે પ્રતીક હડતાળ પાડતાં રિક્ષાચાલકો
જોકે મહત્વની બાબત એ છે કે આજે એક દિવસના પ્રતીક હડતાળને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. 10 અલગ અલગ સંગઠનો દ્વારા સમર્થન તો આપવામાં આવ્યું છે પરંતુ અમદાવાદ શહેરની અંદર મોટાભાગની રિક્ષાચાલકોએ પોતાની રિક્ષા ચાલુ રાખી હતી અને હડતાળને સમર્થન ક્યાંક ન આપતા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details