ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: ચોખા બજાર અને શાક માર્કેટ ફરીથી શરૂ થયાં, લોકોની ખૂબ ઓછી ભીડ જોવા મળી

2 દિવસના કરફ્યુ બાદ અમદાવાદ ફરીથી શરૂ થયું છે, રાબેતા મુજબ શહેરના બજારો ખોલવામાં આવ્યાં છે ત્યારે બજારો ખુલતાં લોકોની ભીડ પણ ખૂબ ઓછી જોવા મળી છે. પોલીસ પણ તમામ.બજારોની બહાર નિયમોનું પાલન કરાવતી જોવા મળી છે.

અમદાવાદ: ચોખા બજાર અને શાક માર્કેટ ફરીથી શરૂ થયાં, લોકોની ખૂબ ઓછી ભીડ જોવા મળી
અમદાવાદ: ચોખા બજાર અને શાક માર્કેટ ફરીથી શરૂ થયાં, લોકોની ખૂબ ઓછી ભીડ જોવા મળી

By

Published : Nov 23, 2020, 3:46 PM IST

  • 2 દિવસના વિરામ બાદ અમદાવાદ ફરીથી શરૂ
  • લોકોની ઓછી ભીડ સાથે બજાર શરૂ થયું
  • બજારની બહાર પોલીસ બંદોબસ્ત

અમદાવાદઃ શહેરમાં કેસ વધતાં 2 દિવસનું કરફ્યુ રાખવામાં આવ્યું હતું ત્યારે ફરીથી આજે શહેર અગાઉની જેમ ધબકવા લાગ્યું છે. શહેરના બજારો ફરીથી રાબેતા મુજબ શરૂ થયાં છે અને વ્યવહાર પણ શરૂ થયાં છે. આમ તો દિવાળીનો માહોલ હતો જેથી બજાર બંધ જ હતાં પરંતુ આજે ફરીથી શરૂ થયાં છે.

અમદાવાદ ફરી ધમધમ્યું, જોકે ભીડ જોવા મળતી નથી
કેટલાક લોકોએ મુહૂર્ત પણ આજે કર્યા

દિવાળી બાદ લાભ પાંચમ અને સાતમના દિવસે લોકો મુહૂર્તકરતા હોય છે. પરંતુ પાંચમ બાદ સાતમના મુહૂર્તસમયે કરફ્યુ હોવાને કારણે કેટલાક લોકોએ દિવાળી બાદ સીધું આજે જ દુકાન કે ઓફિસનું મુહૂર્તકર્યું છે.

બજારમાં લોકોની ભીડ નહિવત

બજારો ખુલતાં જ લોકોની ભીડ એકઠી થવાની શકયતા હતી. પરંતુ આજે લોકોની ભીડ નહીંવત જોવા મળી છે. બજારમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. જેથી લોકોની ભીડ થાય તો કાબૂ મેળવી શકાય, ઉપરાંત પોલીસ તરફથી પણ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. હાલ બજારમાં સ્થિતિ નિયંત્રણમાં છે, લોકોની ભીડ જોવા મળી નહોતી અને માસ્ક પણ લોકોએ પહેર્યું હતું. આ રીતે જ રહ્યું તો કોરોનાનું સંક્રમણ ફેલાશે નહીં.

ABOUT THE AUTHOR

...view details