ગુજરાત

gujarat

ETV Bharat / city

કરફ્યૂ મુક્તિ બાદ અમદાવાદવાસીઓ એમનાએમ બેદરકાર - કોરોના ટેસ્ટિંગ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસને કારણે બે દિવસીય કરફ્યૂ આપવામાં આવ્યો હતો. કારણ કે, લોકડાઉન ખુલ્યાં બાદ મોટાભાગના તહેવારો ઉપર સરકારે પ્રતિબંધ મૂકયો હતો. પરંતુ દિવાળીના તહેવારમાં સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા કોઇપણ એકશન લીધા ન હતાં.

કરફ્યુ મુક્તિ બાદ અમદાવાદવાસીઓ એમના એમ બેદરકાર...
કરફ્યુ મુક્તિ બાદ અમદાવાદવાસીઓ એમના એમ બેદરકાર...

By

Published : Nov 23, 2020, 6:47 PM IST

● કરફ્યુ હટ્યાં બાદ અમદાવાદીઓ બેદરકાર
● માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે લોકો
● માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

અમદાવાદઃ કોરોનાઅટકાવવામાં જે સઘન સજાગતાની જરુર છે તેમાં જાહેર જનતાની બેદરકારી પણ છાશવારે જોવા મળી છે. પરંતુ, સરકારી તંત્રે પણ લોકો માસ્ક પહેરે તેમ જ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેવા કોઈપણ પ્રકારના સક્રિય પ્રયત્નો કર્યા ન હતાં. પરિણામે અમદાવાદના મુખ્ય બજારો જેમકે ભદ્ર, એસજી હાઈવે, સી.જી રોડ વગેરે જગ્યાએ લોકોની ભીડ જામી હતી. કપડાં, મીઠાઈઓ અને ફટાકડાની ખરીદીમાં પણ ભીડ જોવા મળી હતી. મોલ્સ પણ ભીડથી ઉભરાતાં હતાં. વ્યાપારીઓએ ગ્રાહકની સુરક્ષા કરતા પોતાના વકરાને વધુ મહત્વ આપ્યું હતું.

કરફ્યૂ મુક્તિ બાદ અમદાવાદવાસીઓ એમનાએમ બેદરકાર
● છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસો 350ની આસપાસછેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં સતત કોરોનાના કેસો 318-350ની આસપાસ આવી રહ્યા છે. પરિણામ એવું આવ્યું છે કે, અમદાવાદની મોટાભાગની કોવિડ હોસ્પિટલોના બેડ ભરાઈ ચૂક્યાં છે અને અમદાવાદીઓને નજીકના જિલ્લા આણંદની કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા પડ્યાં છે. તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં બે દિવસ કરફ્યુ નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ સિવાય ગુજરાતના મોટા શહેરો જેમ કે બરોડા, સુરત અને રાજકોટમાં પણ અમદાવાદની જેમ રાત્રે 9થી લઈને સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.આ મુદ્દે ETV Bharatએ અમદાવાદવાસીઓને કોરોનાને લઈને કેટલાક પ્રશ્નો પૂછ્યાં હતાં
  • શું અમદાવાદીઓ કોરોનાને લઈને બેદરકાર છે ? માસ્ક પહેરતાં નથી ?

આ મુદ્દે લોકોનું સ્પષ્ટપણે માનવું હતું કે, મોટાભાગના લોકો બેદરકાર જોવા મળી રહ્યાં છે. કેટલાક લોકો માસ્ક પહેરતાં નથી. કેટલાક લોકો કોરોનાથી બચાવ ન કરી શકે તેવું માસ્ક પહેરી રહ્યાં છે. અમુક લોકો ફક્ત પોલીસ અને મીડિયાથી બચવા જે-તે સમયે માસ્ક પહેરી લે છે. જ્યારે મોટાભાગના લોકો નાકથી નીચું માસ્ક પહેરે છે, જે કોરોનાથી તેમનો બચાવ કરી શકશે નહીં.

  • માસ્ક ન પહેરવા પર લદાયેલા 1000 રૂપિયા દંડ વિશે લોકોનું શું માનવું છે?

આ દંડ એકદમ યોગ્ય છે કારણ કે, કોરોનાના સુપર સ્પ્રેડર્સના લીધે અન્ય લોકો બીમાર પડે છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે. લોકો કોરોનાની ગંભીરતાને સમજી રહ્યાં નથી.

દિવસનો કરફ્યૂમાં પાછો ખેંચી લેવાતા અને રાત્રિ કરફ્યુ અસરકારકતા વિષે તમારું શુ માનવું છે?

આ મુદ્દે લોકોએ જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યુ એટલો અસરકારક સાબિત નહીં થાય. કારણ કે એમ પણ શિયાળામાં 10 વાગ્યા પછી અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં કર્ફ્યુ જેવી સ્થિતિ હોય છે. મોટાભાગે લોકો દિવસે જ વધુ મળતાં હોય છે. ત્યારે તે વખતે તકેદારી રખાય તે ખૂબ જ જરૂરી છે. તે માટે તંત્રે પગલાં ભરવા જોઇએ. જ્યારે કેટલાક વેપારીઓએ એમ પણ કહ્યું હતું કે, બે મહિના લોકડાઉન રહ્યું તેમ છતાં કોરોનાના કેસ ઘટ્યાં નથી. માટે કરફયુ સિવાય પણ તંત્રએ અમુક એવા પગલાં લેવા જોઈએ જેથી કોરોનાને વધતો અટકાવી શકાય.

જો કે આ તમામ ચર્ચા વચ્ચે અમદાવાદના ભદ્ર માર્કેટના કોરોના ટેસ્ટિંગ સેન્ટર પર 35 લોકોના ટેસ્ટમાંથી 18 લોકો પોઝિટિવ આવ્યાં હતાં, એટલે કે 50 ટકા જેટલો રેશિયો રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details