ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદવાદઃ 15 દિવસમાં મેલેરિયાના 318 કેસ નોંધાયા, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો - પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો

અમદાવાદઃ ચોમાસાની શરૂઆતની સાથે સાથે શહેરમાં રોગચાળાએ નાગરિકોને પોતાના ભરડામાં લીધા છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અનેક જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ રોગચાળો અટકાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Ahmedabad

By

Published : Sep 16, 2019, 11:54 PM IST

ચાલુ માસમાં મચ્છરજન્ય કેસોમાં સાદા મલેરિયાના 318, ઝેરી મેલેરિયાના 14, ડેન્ગ્યુના ૨૯૩, અને ચિકન ગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગોની વાત કરીએ તો ઝાડા ઉલ્ટીના 218, કમળાના 149, ટાઈફોડના 340 અને વડોદરાનો એક કેસ નોંધાયો છે, જે વટવા વોર્ડમાં નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યૂ ચિકનગુનિયા વગેરેને અટકાવવા તથા નિયંત્રણ કરવા ભારત સરકાર દ્વારા 2022 સુધી ગુજરાતમાં મલેરિયા મુક્ત રાજ્ય જાહેર કરવાના નિર્ધારને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા ડોમેસ્ટિક, પેરા ડોમેસ્ટિક, ફોગીંગ, એન્ટો લાર્વાલ, કન્સ્ટ્રક્શન સાઈટ, મોલ, મલ્ટીપ્લેક્સ, સ્કૂલ તથા અન્ય એકમોનું ચેકીંગ કરવામાં આવે છે.

અમદવાદમાં 15 દિવસમાં મેલેરિયાના 318 કેસ નોંધાયા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
આ ચેકીંગમાં 149 એકમો ચેક કરી 49 નોટિસ અને 07 એકમો સીલ કરેલા છે. તેમજ કુલ રૂપિયા 1,04,500નો વહીવટી ચાર્જ વસુલ કરેલો છે. સીલ કરેલા એકમો પૈકી પશ્ચિમ ઝોનમાં નારણપુરા વોર્ડમાં મનોરમાં પાર્ટી પ્લોટ, મધ્યઝોનમાં ખાડિયા વોર્ડમાં સુમેલ બિઝનેસ પાર્ક 3, પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા, ઉત્તરઝોનમાં કુબેરનગર વોર્ડમાં અંજલી ખાલસા ઇંગ્લિશ સ્કૂલ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ વોર્ડમાં હેતદિવ કન્સ્ટ્રક્શન સાઇટ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ વોર્ડમાં ટાટા સર્વિસ સેન્ટર સીલ કરાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details