ગુજરાત

gujarat

ETV Bharat / city

ઇઝ ઓફ લિવિંગ સિટીની યાદીમાં અમદાવાદ ત્રીજા ક્રમાંકે, જાણો કયા શહેરોને કેટલો ક્રમાંક મળ્યો - મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ 2020

ઈઝ ઓફ લિવિંગ એટલે કે રહેવાલાયક દેશના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરાઈ છે. ગુજરાતના ત્રણ શહેરો સામેલ થયા છે. ભારત સરકારે જાહેર કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં દેશના મેટ્રો સિટીમાં બેંગ્લોર સૌથી શ્રેષ્ઠ અને ઓછી વસ્તી ધરાવતાં શહેરમાં શિમલા નંબર 1 પર છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Mar 4, 2021, 10:40 PM IST

Updated : Mar 4, 2021, 11:02 PM IST

  • અમદાવાદ શહેર બન્યું છે લોકોની પસંદગીનું શહેર
  • ઇઝ ઓફ લિવિંગમાં થયો ક્યા શહેરનો સમાવેશ
  • ગુજરાતના 3 શહેર પસંદ થયાં
    ભારત સરકારે જાહેર કરેલા લિસ્ટમાં ગુજરાતના ત્રણ શહેરો સામેલ

અમદાવાદઃ ઈઝ ઓફ લિવિંગના દેશના મહાનગરોમાં બેંગ્લુરુ સૌથી સારું અને ઓછી વસ્તીવાળા શહેરમાં શિમલા નં-1 છે. આ પ્રમાણે દિલ્હીનો ક્રમ 13 પર છે. ટોપ-20 શહેરોમાં મધ્ય પ્રદેશનું ઈન્દોર, ભોપાલ, છત્તીસગઢનું રાયપુર, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, મહારાષ્ટ્રનું પૂણે, નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ સહિત 7 શહેરો સામેલ છે. આ વાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ 2020માં જાહેર કરાઈ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ બનશે ‘ગ્રીન સીટી’, રિવરફ્રન્ટ પર 35 હજાર વૃક્ષોનું રોપણ કરાશે

ટોપ મ્યુનિસિપાલિટીઝમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ

દેશની ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકારે જાહેર કરેલા લિસ્ટમાં ટોપ 10માં બીજા નંબર પર સુરત , અમદાવાદ છઠ્ઠા અને વડોદરા 10માં સ્થાને છે. દેશમાં ટોપ સ્થાન પર ઈન્દોર છે. જ્યારે ત્રીજા સ્થાને ભોપાલ, ચોથા સ્થાને પીંપરી ચીંચવાડ, પાંચમા સ્થાને પૂણે, સાતવા સ્થાને રાયપુર, આઠમાં સ્થાને ગ્રેટર મુંબઈ અને નવમાં સ્થાને વિશાખાપટ્ટનમ છે.જ્યારે અમદાવાદ ટોપ ટેનમાં ત્રીજા નંબરે છે. સુરત પાંચમાં, વડોદરા આઠમાં નંબરે છે. આ સિવાય પૂણે બીજા નંબરે, ચેન્નઈ ચોથા, નવી મુંબઈ છઠ્ઠા, કોઈમ્બતૂર સાતમા ઈન્દોર નવમાં અને ગ્રેટર મુંબઈ દસમા સ્થાને છે. ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ 2020માં જાહેર કરાયેલી યાદીમાં સમાવિષ્ટ છે.

આ પણ વાંચોઃજાણો અમદાવાદનો ઇતિહાસ, કઈ રીતે બન્યું મેટ્રો સીટી

આર્થિક ક્ષેત્રમાં દિલ્હી સૌથી ઉપરના સ્થાને

શહેરની આર્થિક ક્ષમતાના આધાર પર બેંગ્લુરુ, દિલ્હી, પુણે, અમદાવાદ અને થાણે દેશના ટોપ-5 શહેર છે. આર્થિક સ્તર પ્રમાણે દિલ્હી નંબર-1 છે. ત્યાર પછી બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈનો નંબર આવે છે. સસ્ટેનિબિલિટીમાં પુણે, વિશાખાપટ્ટનમ, પિંપરી ચિંચવાડ, અમદાવાદ અને ગ્વાલિયર ટોપ શહેરોમાં છે. પર્યાવરણની દ્રષ્ટિએ ટોપ-10 શહેરોમાં તમિલનાડુના 6 શહેર સામેલ છે. મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્સના આધાર પર ઈન્દોર દેશમાં નંબર-1 શહેર છે. આ ઈન્ડેક્સને 114 નગર નિગમના 20 સેક્ટર અને 100 ઈન્ડિક્ટરના આધાર પર બનાવવામાં આવ્યું છે. તેમાં મિલિયન પ્લસ શહેરોમાં ઈન્દોર, સુરત અને ભોપાલ ટોપ-3માં રહેલા છે. જ્યારે ઓછી વસ્તી કે શહેરી નિગમમાં નવી દિલ્હી, તિરુપતિ અને ગાંધીનગર ટોપ-3 શહેર છે.

Last Updated : Mar 4, 2021, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details