- રાજ્યમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 7,135 કેસ નોંધાયા
- અન્ય જિલ્લાઓની સરખામણીમાં અમદાવાદમાં 5 ગણા કેસ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે હજી પણ રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 7135 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 2,338 કેસ અમદાવાદમાં નોંધાયા છે. મહત્વનું છે કે, અન્ય જિલ્લાઓ અથવા મનપાની સરખામણીએ અમદાવાદમાં 4થી 5 ગણા કેસ નોંધાયા છે. વડોદરાની કરીયે તો કોર્પોરેશન હદમાં આવતા વિસ્તારોમાં 455, જ્યારે સુરત કોર્પોરેશન હદમાં આવતા વિસ્તારોમાં 356 કેસ નોંધાયા છે. એક સમય હતો જ્યાં સુરતમાં સૌથી વધું કેસ પ્રથમ અથવા તો બીજા નંબરે સૌથી વધુ કેસ નોંધાતા હતા. પરંતુ હાલમાં રાજુ કરવામાં આવેલા આંકડાનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે સુરત ત્રીજા ક્રમે છે.
આ પણ વાંચોઃડાંગમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા, 11 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસ 633
રાજ્યમાં શુ સ્થિતિ?