- દેશમાં કોરોનાના દૈનિક કેસ 2 લાખની પાર
- ગુજરાત અને આસપાસના રાજ્યોમાં સ્થિતિ ગંભીર
- અમદાવાદ રેલવે સ્ટેશન સંપૂર્ણ સેનિટાઈઝ કરાયું
- આંતરરાજ્ય પ્રવાસ માટે રેલવે હાથવગુ સાધન
અમદાવાદઃ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવાસ માટે રેલવે સૌથી વધુ ઉપયોગી અને સુગમ સાધન છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકડાઉનના ભયથી શ્રમિકો પણ પોતાના વતન પલાયન કરી રહ્યા છે. રેલવે સ્ટેશનની બહાર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. રેલવે દ્વારા આગોતરા પગલાના ભાગરૂપે પ્લેટફોર્મ ટિકિટ કેન્સલ કરવામાં આવી છે.
કોરોના સંક્રમણને ધ્યાને રાખી અમદાવાદ રેલવે સ્ટેશન કરાયું સેનિટાઇઝ આ પણ વાંચોઃવલસાડમાં કોરોના કેસમાં વધારો નોંધાતા પોલીસ મથકો કરાયા સેનિટાઇઝ
પાડોશી રાજ્ય અને ઉત્તરપ્રદેશ તેમજ બિહારના પ્રવાસીઓ વધુ
ગુજરાતમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા છે. ત્યારે ત્યાંથી આવતા પ્રવાસી માટે RT-PCR ટેસ્ટ પણ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. તેમ છતાં સમગ્ર દેશમાં રેલવેમાં કોરોનાગ્રસ્ત પ્રવાસીઓ દ્વારા પ્રવાસ કરાઇ રહ્યો છે, તેમજ તેમના મૃત્યુ પણ થયા હોય તેવા બનાવો બનતા રહે છે. ત્યારે પ્રવાસીઓની સુરક્ષા અને રેલવે કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ રેલવે સ્ટેશનને રેલવે ઓથોરિટી દ્વારા સંપૂર્ણ સેનિટાઇઝ કરવામાં આવ્યું છે. આ માટે સેનિટાઈઝર મશીન અને ફ્યુમીગેસન મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણને ધ્યાને રાખી અમદાવાદ રેલવે સ્ટેશન સેનિટાઈઝ કરાયું આ પણ વાંચોઃદિલ્હીના બસ-રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર કોરોનાનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ
પ્લેટફોર્મ પર નહિવત ભીડ
ઉલ્લેખનીય છે કે, પ્લેટફોર્મ પર રેલવેના નિયમોને લઈને ખૂબ જ ઓછી ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ટ્રેનોમાં વધારો કરવામાં આવ્યો છે.